જગન રેડ્ડીએ માત્ર ચાર દિવસની અંગત વિદેશ યાત્રામાં સિક્યોરિટી પાછળ ૨૨.૫ લાખ ખર્ચી નાખ્યા

0
307

હૈદરાબાદ,તા.૨
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીએ ચાર દિવસના અંગત વિદેશ પ્રવાસ કર્યો ત્યારે એમની સુરક્ષા માટે રાજ્યે સાડા બાવીસ લાખ રૂપિયા મંજૂર કર્યા એની આકરી ટીકા થઇ રહી હતી. જગન રેડ્ડી પહેલી ઑગષ્ટથી ચોથી ઑગષ્ટ સુધી જેરુસલેમની યાત્રા પર ગયા છે.
હાલ આંધ્ર પ્રદેશ આર્થિક ખેંચ અનુભવી રહ્યું છે અને રાજ્ય સરકારે કરકસરનાં કેટલાંક પગલાં પણ લીધાં છે. માત્ર બે માસ પહેલાં સત્તા પર આવેલા જગન રેડ્ડીએ ચાર દિવસના અને તે પણ અંગત પ્રવાસ દરમિયાન પોતાની સિક્યોરિટી પાછળ આટલી મોટી રકમ ખર્ચી એની ટીકા થઇ રહી હતી.
આ અંગે પૂછતાં રાજ્યના મુખ્ય સચિવ એલ વી સુબ્રહ્મણ્યમને પૂછવામાં આવતાં તેમણે એેવો બચાવ કર્યો હતો કે રાજ્યના મુખ્ય પ્રધાન વિદેશ યાત્રાએ જાય ત્યારે તેમને સુરક્ષા પૂરી પાડવાની જોગવાઇ બહુ જૂની છે. એમાં કોઇ નવાઇ નથી.
જો કે તેમના અંગરક્ષકોને વિદેશમાં શસ્ત્રો સાથે રાખવાની છૂટ નથી હોતી. એટલે આ કામની જવાબદારી એક પ્રોફેશનલ સિક્યોરિટી એજન્સીને સોંપવામાં આવી હતી જેની ફી રૂપે આ રકમ ચૂકવવામાં આવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY