બમરોલીમાંથી યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

0
12

સુરત,તા.૧૭
બમરોલી વિસ્તારમાંથી પસાર થતી ખાડી કિનારેથી એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતકની હત્યાની આશંકાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
બમરોલી વિસ્તારમાં ખાડી કિનારેથી ચારેક દિવસ અગાઉ મોતને ભેટેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યા કર્યા બાદ ખાડી કિનારે ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. ખટોદરા પોલીસે હાલ મૃતક કોણ છે અને ક્્યા સંજાગોમાં તેનું મોત થયું તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જા કે, એક પછી એક હત્યા અને લાશો મળવાના બનાવો વધતાં પોલીસની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY