રાંદેરમાં દબાણ હટાવવાની કામગીરી : સ્થાનિકોએ કર્મચારી સાથે શાબ્દિક ટપાટપી કરી

0
48

સુરત,તા.૧૭
છેલ્લા થોડા દિવસોથી પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાંદેરમાં રાત્રીના સમયે કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો સ્થાનિકોએ વિરોધ કરીને શાબ્દિક ટપાટપી કરી હતી.
મનપા દ્વારા પોલીસના કાફલાને સાથે રાખીને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ગુરૂવારે રાત્રે રાંદેરના પાલનપુર વિસ્તારમાં દબાણ કરનારા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિકો અને દબાણ કરનારા સામસામે આવી ગયાં હતાં. અને શાબ્દિક ટપાટપી થઈ હતી. અધિકારીઓને સાથે રાખ્યા વગર ગયેલા કર્મચારીઓને લોકોએ ઉધડા લીધા હતાં. અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ રોજી રોટી સમાન લારીઓને ન ભરી જવા માટે સ્થાનિકો કરગર્યા હતાં.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY