‘કાનૂન અપૂન કા…કાટ ડાલેગા’ : પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડીયો બનાવનાર ૪ની ધરપકડ

0
39

બનાસકાંઠા,તા.૧૫
આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા… કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ૪ યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાખણી તાલુકાના આગળથા ગામે પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ચાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આ યુવકો શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. લાખણીના છગનજી ગોળીયા ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે ફરિયાદ નોંધાવવા આવેલા આ યુવકોએ પોલીસની નજરથી બચીને છૂપી રીતે આ વીડિયો બનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY