અંગત અદાવતમાં બિલ્ડર અને તેના પુત્ર પર હુમલો કરનાર ૪ની ધરપકડ

0
6

સુરત,તા.૧૫
અડાજણના વૈકુંઠધામ રેસીડન્સીમાં સામાન્ય બાબતના ઝઘડાની અદાવતમાં ચારથી પાંચ જણાએ પિતા-પુત્ર ઉપર હુમલો કરી પિતાને ચપ્પુ વડે છાતીમાં ગંભીર ઇજા પહોંચાડવાની ઘટનામાં અડાજણ પોલીસે હુમલો કરનાર ચાર જણાની ધરપકડ કરી છે.
અડાજણ સંજીવકુમાર ઓડિટોરીયમની સામે વૈકુંઠધામ રેસીડન્સીમાં રહેતા અને અગાઉ બળાત્કાર પ્રકરણમાં જેલવાસ ભોગવી ચુકેલા બિલ્ડર રમેશ કુરજી લાખાણી (ઉ.વ. ૪૨) નો ઝઘડો રેસીડન્સીમાં રહેતા મનિષ ગાંધીને ત્યાં માલીશ માટે આવનાર અજાણ્યા યુવાન સાથે થયો હતો.
દરમ્યાનમાં બે દિવસ બાદ મધરાત્રે બિલ્ડર રમેશ અને તેનો પુત્ર ક્રિષ્ના મુવી જોઇને પરત આવ્યા ત્યારે પાર્કિગમાં કાર પાર્ક કરી લીફટ તરફ જઇ રહ્યા હતા ત્યારે મનિષ ગાંધીના ભાઇના ઇશારે ચારથી પાંચ જણાએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર પૈકીના એક યુવાને ચપ્પુ વડે રમેશની છાતીમાં ઘા કરતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.
અચાનક થયેલા હુમલાથી ભયભીત થઇ જનાર ક્રિષ્નાએ બુમાબુમ કરતા રેસીડન્સીના રહેવાસીઓ દોડી આવતા હુમલો કરનાર ભાગી ગયા હતા. આ ઘટનામાં અડાજણ પોલીસે મોડી રાત્રે હુમલો કરનાર ૪ની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY