બનાસકાંઠા,તા.૬
બનાસકાંઠાના પશુપાલકોને મોટો ફટકો પડે તેવા હાલ અહેવાલ મળી રહ્યા છે. થોડાસમય પહેલા બનાસકાંઠાના પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે દૂઘના ભાવમાં વધારો આપીને ખુશખબર આપ્યા હતા, પરંતુ તેના થોડા જ સમયમાં પશુપાલન કરનાર લોકોને માઠા સમાચાર મળી રહ્યા છે. આ સમાચારને પગલે લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. હાલ બનાસદાણની પ્રત્યેક બોરી દીઠ રૂપિયા ૧૦૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
હાલ બનાસદાણની પ્રત્યેક બોરીનો ભાવ રૂપિયા ૧૧૭૫થી વધીને રૂપિયા ૧૨૭૫ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર રાજ્યભરમાં ઉનાળામાં પાણીની તંગીનો પ્રશ્ન ચાલી રહ્યો છે. પશુઓને ઘાસચારા માટે પણ પાણીની તંગી છે, ત્યારે પાણી અને ઘાસચારાની તંગી વચ્ચે પશુપાલકોને ફટકો પડે તેવા અહેવાલના કારણે પડતા પર પાટૂ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. હવે પશુપાલકો કહી રહ્યા છે કે, રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, જેથી ભાવ વધારમાં આવ્યા છે. હાલ ભાવ વધતા લોકોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા પશુપાલકોને બનાસદાણમાં રૂપિયા ૧૦૦નો વધારો કરવામાં આવ્યો છે. પહેલા બનાસદાણની એક બોરીની કિંમત ૧૧૭૫ હતી, પરંતુ તંત્રએ ૧૦૦ રૂપિયાનો વધારો કરતા હાલ પશુપાલકોને બનાસદાણની ૧ બોરીની કિંમત ૧૨૭૫માં પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



