સુઇગામ ના મેધપુરા ગામમાં પાણી પીવાનો સંપ ખુલ્લો અનેક તર્ક વિવર્ક
ઝેરી જાનવર અંદર પડીને મરી જાય તે પાણી ગામ લોકો પીવે અને મોટી જાન હાની થાય તો જવાબદાર કોણ ???
જગ ઍ ગુજરાત ન્યુઝ સુઇગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં જાણે પાણી પુરવઠા વિભાગને કોઈપણ જાત નો ઉચ્ચ અધિકારીઓ નો ડર ન હોય તેવી રીતે સરહદી લોકો સાથે પાણી પીવાનું આપતાં હોય અને જાણે અધિકારીઓ મહેરબાન ન હોય તેવી રીતે ચેડાં કરી રયા છે ત્યારે આજે વધુ એક ગંભીર તસ્વીરો કેમેરામાં કેદ થઈ છે
ભારત પાકિસ્તાન બોડર નું છેલ્લું ગામ એટલે મેધપુરા ગામ છે જ્યાં કેટલા સમય થી સંપ ખુલ્લો જોવા મળી રયો છે ત્યારે પર્સન ત્યાં થાય છે કે પાણી પુરવઠા વિભાગ ની બેદરકારી છે કે ગ્રામ પંચાયત ની બને માંથી એક જણ નકી કરીને જે સંપ ખુલ્લો છે તેના ઉપર વેવસ્થિક ફિટ કરીને બાજુ માં બનાવેલ ચકલીઓ પાણી છોડવામાં આવે તો ત્યાંથી ગુહીણી ઓ પાણી ભરી શકે અને ખુલ્લા સંપ પાણી ન ભરી શકે ત્યારે એક મહિલાએ મૌખિક જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ આ સંપ માં એક ઝેરી વીંછી પડ્યો હતો તેને મરીલો બાર નીકળવામાં આવ્યો હતો જેથી કરીને અમે ચિંતિત છીએ કે જો ગામમાં કોઈપણ મોટી જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ ત્યારે જો મેધપુરા ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા વિભાગ નકી કરીને આ સંપ ને પેક કરવામાં આવે તો મોટી જાનહાની ટળી શકે તેમ ગ્રામજનો જણાવી રયા છે
સંપની બાજુ માં પાણી ભરવા માટે ચકલાં મુકવામાં આવ્યા છે પણ જ્યારથી બનાવ્યા ત્યારથીજ પાઇપો ચકલી ફીટ ક્યારે કરશે તે પાઇપો પણ વાટ જોઇને રહી છે
પાણી પુરવઠા ના અધિકારીઓ દ્રારા ઉચ્ચ અધિકારીઓ ને માત્ર કાગળ પરજ સબ રેડી હોય તેવું રટણ કરતા હશે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરહદી સુઇગામ તાલુકાના ગામડાઓ ની સ્થળ મુલાકાત લે તો કેટલાક અધિકારી ની નોકરી જાય તો નવાઈ નહિ..
બનાસકાંઠા રમેશભાઈ રાજપુત મો. 7383115050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




