સુરતમાં નવી પાકિંગ પોલિસી લાગુઃ આડેધડ વાહન પાર્ક કરનારાઓને ખેર નહિ

0
5

સુરત,તા.૨૦
રાજ્યમાં સુરત શહેરે આજથી નવી પાકિંગ પોલિસી લાગુ કરી છે. જે મુજબ એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પા‹કગ પોલીસી બનાવી છે. ગત વર્ષે સરકાર પાસેથી મંજૂરી મળી જતા તેને લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને કિયા ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે આજથી પા‹કગ પોલિસી લાગુ કાવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૫ રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં પાકિંગ કરવાનું રહેશે, જા અહીંના બદલે અન્ય કોઈ જગ્યા પર પા‹કગ કરવામાં આવશે, તો પાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે.
અત્રે જણાવવાનું કે લોકો પા‹કગ પોલિસી માટે તૈયાર થયા તેને પગલે એક મહિનો વાહનોને ફ્રી પા‹કગ કરવા દેવામાં આવશે. સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો સાથે ટ્રાફિકની સમસ્યાનો શહેરમાં ઉકેલ લાવવા લોકોમાં પા‹કગ સેન્સ કેળવવા સુરત મહાનગર પાલિકાએ પા‹કગ પોલિસી અને પા‹કગ બાઇલોઝ તૈયાર કરીને ગત વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ સરકારમાં રજૂ કરી હતી જેને મંજૂરી મળી છે.
રસ્તા પર આડેધડ પા‹કગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પાલિકાનો દાવો છે. મહત્વનું છે કે પાકિંગ પોલિસી અને બાયલોઝને સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે મનપાના સાત ઝોનના કુલ વિસ્તારોમાં ૨-૨ રસ્તાઓ મળી કુલ ૧૫ રસ્તાઓ ઉપર પ્રાયોગિક ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યો છે. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પા‹કગની વ્યવસ્થા કરાવશે. નો પાકિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાકિંગ માટે નિયત જગ્યામાં એટલે કે ૧૫ જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નીશાની કરવામાં આવેલી જગ્યામાં પાકિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY