ભુતીયા નામથી બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોના ગોટાળામાં મોટા માથાની સંડોવણી

0
12

સાબરકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત
સુરત, તા. ૨૯
સાબરકાંઠા કડવા પાટીદાર સમાજના વિપુલભાઈ બળદેવભાઈ પટેલનાનામે બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહાર કરનાર લેભાગુ ગુનેગારોને બચાવવા તપાસïમાં ઢીલાશ કરાવી હોવાના આક્ષેપ સાથે કડવા પાટીદાર સમાજે પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમાજના વિપુલભાઈ બળદેવભાઈ પટેલ સાથે અન્યાય થયેલ છે અને કેટલાક લે ભાગુ લોકોïએ તેમના નામનો દુરૂપયોગ કરી તેમના નામે બોગસ બેન્ક ખાતાઅો ખોલાવી કરોડો રૂપિયા ટ્રાન્ઝેકશન કરેલ છે. અને આમ કરી સામાજિક રીતે ગુનાહિત કૃત્યો આવા લોકોએ આચરેલ છે. સાથો સાથ સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન પહોîચાડેલ છે. સમાજના વિપુલભાઈ બળદેવભાઈ પટેલનાઅોના નામેઅજાણ્યા ઈસમોએ બોગસ દસ્તાવેજા ઊભા કરેલા જે હકીકતની જાણ વિપુલભાઈને થતા વિપુલભાઈએ પોલીસ કમિશનર સાહેબને એક અરજી આપેલ જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ફસ્ટ ૧૧૮/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા આર.ટી.એકટની કલમ ૬૬ (ડી) મુજબ ફરિયાદ નોîધાવામાં આવેલ. સદરહુ ફરિયાદ નોîધાયા બાદ સદરહુ ગુનામાં સંડોવાયેલ એક આરોપી નામે ચેતનભાઈ શાહનાઅોએ નામદાર સેશન્સ કોર્ટમાં ૪૭૨૯/૨૦૧૮થી આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરેલ છે.
ઉપરોકત ગુનામાં કેટલાક મોટા માથાઅો સંડોવાયેલા છે, પરંતુ તેઅોને બચાવવા સારૂ લાંબા સમયથી કોઈ યોગ્ય દિશામાં તપાસ થઈ રહેલ નથી અને મોટા માથાઅોને બચાવવાના પ્રયત્ïનો ચાલી રહેલ છે. અને હમારા સમાજના વિપુલભાઈને હાલ સુધી યોગ્ય ન્યાય મળેલ નથી. આવા સંજાગોમાં હમારા સમાજના વડીલ તેમજ અન્ય સભ્યોએ ભેગા મળી ચર્ચા-વિચારણા કરી આ આવેદનપત્ર આપ સાહેબને આપી આ આવેદનપત્રથી આ સાહેબને વિનંતી કરવામાં આવે છે સદરહુ ગુનામાં યોગ્ય માર્ગદર્શન આપી લાગતા વળગતા ગુનેગારોને આપ સાહેબ યોગ્યï નસિયત કરશો અને વિપુલભાઈને યોગ્ય ન્યાય અપાવશો એવી હમારી વિનંતી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY