બાર કાઉન્સીલ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.૨૫મીએ ચૂંટણી યોજાશે

0
25

અમદાવાદ,તા.૧૬
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા ૨૫મી આૅગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં ૨૫મી આૅગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના કનવિનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.સૂત્રના જણાવ્યા મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.૨૫મી આૅગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.૨૩મી આૅગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે.
ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં સભ્યને ૯મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે. છેલ્લા ૨૦ વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા ૨૫ પૈકીના ૨૦ સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.૨૮મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી ૧૩મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને ૧૦ જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY