ચૂંટણીપંચની નાવડી આ વખતે કેમ હાલક ડોલક થઈ…..? શા માટે લાગ્યા આટલા બધા આરોપ…..?

0
38

૧૭મી લોકસભા ની ચૂંટણી ખતમ થઈ ગઈ અને સમગ્ર દેશ ૨૩ ના પરિણામોની રાહ જાઇ રહ્યો છે. ૧૦ માર્ચની ચુટણીની જાહેરાત પહેલા જ ચૂંટણી પંચ વિવાદોમા ઘેરાયેલું રહ્યું . અને જેમ જેમ ચૂંટણી આગળ વધતી ગઈ તેમ તેમ ચૂંટણી પંચ ઉપર આરોપ પણ વધતા ગયા…..! કદાચ આ પહેલીવાર હતું કે ચૂંટણી પંચે ઉપર ફક્ત એક પક્ષ પરંતુ લગભગ બધા પક્ષોએ ચુટણી પંચ ઉપર લગભગ બધા પક્ષોએ આયોગ ઉપર જોરદાર આરોપ લગાવ્યા. ખાસ કરીને શહીદ જવાન અને બાલાકોટ એર સ્ટ્રાઈક કરવાવાળા જવાનોના નામે વડાપ્રધાને વોટ માગ્યા. પરંતુ ચૂંટણીપંચે કેટલાય દિવસો પછી ફેંસલો આપ્યો કે આમાં કોઈ આચાર સંહિતાનો ભંગ નથી થતો. આયોગમાં સર્વ સંમતિ છે એવું લાગી રહ્યું હતું. પરંતુ સીબીઆઇ અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓની જેમ ચૂંટણી પંચમા પણ મતભેદૌ સપાટી પર આવ્યા. લવાસા નામના એક ચુટણી કમિશનરે ચૂંટણી ખતમ થતાં જ ચૂંટણીની મિટિંગોમા જવાનું બંધ કરી દીધું કેમકે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા તેમનો અલગ અભિપ્રાય રેકોર્ડમાં લઈ રહ્યા ન હતા. વડાપ્રધાનને દર વખતે આપવામાં આવેલ ક્લીનચીટથી લવાસા રાજી ન હતા. તેઓ કિલનચીટની વિરુદ્ધમાં હતા. પરંતુ તેમની આ વાત આયોગના રેકોર્ડમા દાખલ કરવામા નથી આવી આખરે ચુટણી પંચનો જ્યારે ભાડો ફુટ્યો ત્યારે મુખ્ય ચુટણી કમિશ્નરે કહ્યું કે હા, મત ભેદ હતા….!
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યા તો તેમની યાદશકિત ઠીક નથી કે પછી તેઓ પોતાની અલગ ખીચડી પકાવવા ના ચક્કરમાં તેમણે આયોગના કામની ભરપૂર પ્રશંસા કરી અને પરફેક્ટ બતાવ્યું. આયોગે સારું કામ કર્યું તેવું પ્રમાણપત્ર પણ આપી દીધું….! શું પ્રણવદાને નમ એવું ન લાગ્યું કે આયોગે ચૂંટણીના દિવસે જ કોઈને હિન્દુત્વના પ્રચારની અનુમતિ શા માટે આપી…..? શું શહિદ જવાનોના નામે વોટ માંગી શકતા હતા…..? ચૂંટણી દરમિયાન તો પ્રણવદા ન જાણે કિયા હતા, પરંતુ ચૂંટણીઓ ખતમ થતાં મેદાનમાં આવી ગયા. શું તેઓ કોઈને સારું લગાડવા માટે આયોગને પ્રમાણિત કરી રહ્યા છે કે શું….? જે પણ તેમના મનની વાત હોય તો તેઓ જાણે અને જો કોઈ તેમના મનની વાત સાંભળી રહ્યા છે તેઓ જાણે.ઈ નિષ્પક્ષ રૂપે જોવામાં આવે તો ચૂંટણી પંચ પર લાગેલા આટલા બધા આરોપ કલંકને સમાન છે. હજુ તો બીજા પણ આરોપો લાગી શકે છે. જ્યારે મતગણતરી શરૂ થશે અને પરિણામો આવવાના શરૂ થશે ત્યારે ચૂંટણી પંચ ઉપર ઈવીએમને લઈને ચુટણી પંચ ઉપર ઠીકરા ફોડવાનુ જાણેકે નક્કી જ છે.
આજ આયોગે આપ પક્ષના ૨૦ ધારાસભ્યોનુ સભ્યપદ રદ કરી દીધું હતું. જાકે પછીથી આયોગનો ફેંસલો ખોટો સાબિત થયો હતો. કોઈ નેતાની રેલી ખતમ થવાની રાહ જાવી અને જાહેરાત કરવાનુ રોકી રાખવુ આ કામ પણ આજ સમયમાં ચૂંટણી પંચમા થયું. એક સમય હતો કે ચૂંટણીપંચ ની સામે અચ્છા ભલા ની બોલતી બંધ થઈ જતી હતી. ચૂંટણીપંચની સામે કોઈને પણ બોલવાની હિંમત હતી નહીં, નેતાઓ ચૂંટણીપંચથી ડરતા હતા. આજે ચૂંટણી પંચ મહાન નેતા ઉપર નિર્ભર છે. મહા નેતાને કહી નથી શકતા કે પૂજા-પાઠ તો ૧૯ પછી પણ થઈ શકે છે. કપાટ તો ખુલી જ ગયા છે…. પરંતુ ખટલુ કહેવાની હિંમત કરી શકિયું નહી. ચૂંટણી પંચ અને આદર્શ આચાર સંહિતા આંખો ફેરવી જાતુ રÌš કે દેવોના દેવના મંદિરમાં પણ કોઈ કેવી રીતે રેડ કાર્પેટ ઉપર ચાલતુ રહ્યું . અને ના ફક્ત ચૂંટણીપંચ પરંતુ કોઈ પણ ધર્માચાર્યએ આનો વિરોધ કર્યો નહી. મંદિર કોઈ ઈવેન્ટ છે કે ત્યાં પણ તમને લાલજાજમ પર ચાલવાનો શોખ લાગ્યો….? જા નવા ભારતમાં પણ આવા જ આયોગ હશે તો આદર્શ આચાર સંહિતા ની કોઈ જરૂર નહીં રહે. આયોગ આત્મચિંતન કરે તો લવાસા ની જેમ મનને શાંતિ મળી શકે છે કે હા મેં હિંમત સાથે કહ્યું હતું કે આ ખોટું છે આને રેકોર્ડ ઉપર લાવો……! આમેય પણ આ આયોગને દેશના ચૂંટણી ઈતિહાસના પાનાઓ પર જા કમજાર આયોગના રૂપમાં કોઈએ પણ દાખલ કર્યુ હોય તો તેમાં કોઈ ખોટું નથી….! આયોગ તેરી યેહી કહાની, કીસીને કીયા ભરપૂર ઉપયોગ ઔર આંખોમાં આને ના દીયા પાની……! જય હો કેદારબાબાકી……!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY