લાંબી રાહ જોયા બાદ રાજ્યમાં આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

0
26

દક્ષિણ,મ.ગુજરાત,સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ગાંધીનગર,તા.૧૬
હવામાન વિભાગે આગામી તા. ૧૭થી ૧૯ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ નહીં વરસતા લોકો હવે હવામાન વિભાગની મજાક ઉડાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ન પડતાં લોકો આવી આગાહીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. ૧૩મી ઓગસ્ટના રોજ પણ હવામાન વિભાગે બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી, પરંતુ આ વિસ્તારોમાં ક્યાંક વરસાદ નોંધાયો નથી.
ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY