મુંબઈ,તા.૧૫
મીટુ હેઠળ જાતિય શોષણના આક્ષેપોમાં ઘેરાયેલા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જાહરીને ICC સિંગાપોર ખાતે યોજાનારી આગામી બેઠકમાંથી ખસી જવા દબાણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે જાતિય શોષણના આક્ષેપ સામે સ્પષ્ટતા આપવા વધુ સમયની જાહરીની માંગને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (CoA)એ ફગાવી દીધી હતી. બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી આગામી ૧૬-૧૯ ઓક્ટોબરના સિંગાપોરમાં મળનારી ICC બેઠકની અધ્યક્ષતા કરશે. બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને લાગે છે કે આવા કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે.
બોર્ડના સૂત્રોએ જણાવ્યા મુજબ આ એક સકારાત્મક દિશામાં લીધેલું પગલું છે. CoAએ જાહરીને વધુ સમય આપવાની મનાઈ ફરમાવી દીધી છે તે સારી વાત છે. ખરેખેર બીસીસીઆઈ સીઈઓ જાહરીની સામે તપાસ પેન્ડિંગ છે ત્યારે તેમને સસ્પેન્ડ કરી દેવાની જરૂર છે.
‘જ્યારે ભારતીય ક્રિકેટર વિરુદ્ધ વ્યભીચાર અને ઘરેલુ હિંસાના કેસમાં તેની સમક્ષ પડતર ઈન્ક્વારયરી બાબતે તેનો કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તો આ જ નિયમ બોર્ડના સીઈઓ માટે પણ લાગુ થવો જાઈએ,’ તેમ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું. બોર્ડ સભ્યએ વધુમાં ઉમેર્યું કે જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા ના આપે અને કેસ બંધ ના થાય ત્યાં સુધી તેમના ઓફિસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



