મહિલાએ બે સંતાનો સાથે ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી

0
166

સુરત,તા.૧૫
સુરતના ઉધના ભીમનગર ગરનાળા નજીક ટ્રેન તળે પડતું મૂકી એક પરિણીતાએ તો આપઘાત કર્યો જ પણ એ પૂર્વે તેનાં બે બાળકોને ટ્રેન તળે ફેંકી દીધાં હતાં. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ત્રણેયનાં શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ પરિણીતાને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યાર બાદ તે બે સંતાનોને લઈ ઘર છોડીને ભાગી ગઈ હતી. ત્યાર પછી આ રીતે ત્રણેયની લાશ મળી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્રનો સંતોષ પાટીલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની આશા (ઉ.વ.૪૦), દીકરો મનિષ (ઉ.વ.૧૧) અને દીકરી દિપાલી (ઉ.વ.૧૩) હતી. પતિ સંચા કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે આશા અને સંતોષ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી આશા દીકરી અને દીકરાને લઈને ઘર છોડીને જતી રહી હતી. દરમિયાન ઉધનામાં ભીમનગર રેલવે ગરનાળા પરથી ટ્રેન નીચે પડતું મૂકી ત્રણેયેએ આપઘાત કરી લીધો હતો.
પતિ સાથે ઝઘડો થયા બાદ પત્ની બે બાળકો સાથે ઘર છોડીને સીધી જ ઉધનાના રેલવે ગરનાળા પર પહોંચી હતી અને ત્રણેયે ગરનાળા પરથી ટ્રેન નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. જેથી ત્રણેયના શરીરના ટુકડે-ટુકડાં થઈ ગયા હતા અને રેલવે ટ્રેક પર વિખેરાઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY