
રીક્ષા ચાલકને દંડવાના બદલે તેના પર દંડા વરસાવ્યા,વીડિયો વાયરલ
અમદાવાદ,તા.૨૨
અમદાવાદમાં વધુ એક પોલીસની દાદાગીરી સામે આવી છે. ઘટના છે શિવરંજની પાસે આવેલા બીઆરટીએસ સ્ટોપ પાસેની. જ્યાં એક પોલીસકર્મી પોતાની વર્દીનો રોફ એક ગુનેગાર નહીં પણ એક રોજી રોટી રળતા લાચાર અને મજબૂર રીક્ષાચલાક પર જમાવ્યો.
નોંધનીય છે કે ટ્રાફિક નિયમનની અમલવારી જ કરાવવી હોય તો તેના અનેક રસ્તા છે પણ આ ખાખીધારીએ તો પોતાની વર્દીનો જ રોફ બતાવ્યો. રીક્ષા ચાલકને દંડવાના બદલે તેના પર દંડા વરસાવ્યા. જાહેર રોડ પર આ રીતે ખાખી વર્દી દ્વારા રીક્ષા ચાલકને માર મરાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
કોણ છે આ અધિકારીઓ જે આવી બેફામ રીતે પોતાની ખાખીનો રોફ જમાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં પોલીસોમાં પણ ચર્ચા થવા લાગી છે.
રાજ્યભરમાં ટ્રાફિક નિયમનને લઇને હાઇ કોર્ટે આકરી ફટકાર લગાવાઇ છે તેને લઇને શહેરભરમાં પોલીસ દ્વારા ઠેર ઠેર ટ્રાફિક નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


