કચરો ઠાલવવા આવતી ટ્રકમાંથી યુવકની લાશ મળતાં ચકચાર મચી

0
9

ડ્રાઈવરને પણ કચરાની અંદર લાશ હોવાની જાણ ન હતી
અમદાવાદ,તા.૨૨
વસ્ત્રાલ વિસ્તારમાંથી કચરો ભરીને પિરાણાં પાસેના ડમ્પીગ સાઈટ પર કચરો ઠાલવવા આવનારી ટ્રકમાંથી એક યુવકની લાશ મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચરાનો ટ્રક લઈને આવનાર ડ્રાઈવરને પણ કચરાની અંદર લાશ હોવાની જાણ હતી નહીં. સવારે જ્યારે કચરો ઠાલવવામાં આવતો હતો ત્યારે ૩૫થી ૪૦ વર્ષના યુવાનની લાશ નીકળતા તેઓ ગભરાઈ ગયા હતા.
આ વાતની જાણ થતા દાણીલીમડા પોલીસનો કાફળો ડમ્પીગ સાઈટ પર પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર બનાવમાં અકસ્માતે મોત થયુ હોવાનું નોંધીને તપાસ હાથ ધરી છે. પરંતુ મૃતદેહના પીએમ કરાવ્યા બાદ ખરેખર તેની હત્યા થઈ છે કે કેમ તે જાણવા મળશે. બીજી તરફ મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ કોઈએ હત્યા કરીને યુવકની લાશ કચરાના કન્ટેનરમાં સંતાડી દીધી હોવાની થિયરીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY