બેંગ્લુરુમાં અંધશ્રધ્ધાની આડમાં ગઠિયો ચાર હજાર કરોડનું ફૂલેકુ ફેરવી ગયો

0
14

બેંગ્લુરુ,તા.૧
જ્યાં ધર્મ છે ત્યાં શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં લુંટારાઓ છે. આ વાકિયને પૂરવાર કરતો એક ગંભીર બનાવ બન્યો છે જેમાં ધર્મના નામ પર ગઠિયો શ્રદ્ધાળુઓના ચાર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થઇ ગયો છે.
ઘણી વખત સાંભળવામાં આવ્યું છે કે મુસ્લિ મો બેન્કોમાં પૈસા એટલે જમા નથી કરાવતા કારણ કે ઇસ્લામમાં વ્યાજ હરામ છે અને બેન્ગલોરના એક શખ્સે આજ નિયમનો ભરપૂર ફાયદો ઉઠાવીને ઇસ્લામી રૂપમાં એક કંપની બનાવી, લોકોને જણાવ્યું કે તેઓ એમની હલાલની કમાણીને અહી જમા કરાવી શકે છે, કારણ કે કંપનીમાંથી થતા નફાને વ્યાજ ગણવામાં નહી આવે. જેના થોડા સમય પછી આ ગઠિયો લોકોની મહેનતની કમાણીના ૪૦૦૦ કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયો. હાલમાં આ કંપનીની એક પણ ઓફિસ કે કોઇ પ્રકારની માહિતીના નામોનિશાન નથી.
આ મામલે પીડિતોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. જેમાં તેમના નિર્દેશોને આધીન પોલીસે મામલાની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પીડિતોએ આરોપ મુકિયો છે કે ધર્મની આડમાં તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને આ મામલે હવે પીડિતો રોડ પર ઉતરી આવ્યા હતા. અફજલ નામના એક પીડિતે આ કંપનીમાં ૪ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેને ચાર જ માસમાં પૈસા પરત કરવા અને દર મહિને ૧૦ હજાર રૂપિયાનો નફો આપવાનું કહેવામાં આવ્યું હતું. પરતું તેની બધી જ કમાણીને ગઠિયો ઉડાવી ગયો હતો.
આ મામલે પીડિતોએ આરોપીઓમાં કંપનીના સીઇઓ, કંપનીના માલિક અને તેની પત્નીના ફોટાઓ વાયરલ કર્યા છે. પોલીસ પણ આ મામલે સઘન તપાસમાં જાડાઇ ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY