વાશિંગ્ટન,તા.૧
એક અભ્યાસમાં જણાવાયું હતું કે જે બાળકો ટીવી પર અને સિનેમાગૃહોમાં હિંસાના દૃશ્યો બહુ જાતા હોય અને તેઓના ઘરમાં ઝઘડા અને મારામારી થતાં હોય તો તેઓ મોટા થઇને આક્રમક બને છે. અભ્યાસમાં ૧૪થી ૧૭ વર્ષના વયજૂથના અંદાજે ૨,૦૦૦ શ્ર્વેત અને અશ્ર્વેત બાળકને આવરી લેવાયા હતા. અમેરિકાની ઓરેગોન યુનિવર્સિટીનાં પ્રાધ્યાપિકા અતિકા ખુરાનાએ જણાવ્યું હતું કે પ્રસારમાધ્યમો, ખાસ કરીને ટીવી અને સિનેમાગૃહોમાં હિંસાના દૃશ્યો જાનારા બાળકોના માનસ પર ઘણી ખરાબ અસર થાય છે અને તેઓ મોટા થતાં આક્રમક બનવાની શક્્યતા વધુ રહે છે. અભ્યાસમાં ટીવી, ફિલ્મો, સોશિયલ મીડિયા, ઘરમાંના ઝઘડા અને મારામારી જેવી બાબતોની બાળમાનસ પર થતી માઠી અસરની જાણકારી ભેગી કરાઇ હતી. અભ્યાસમાં બાળકોને પુછાયેલા સવાલો નીચે મુજબ હતાઃ
તમારા માતા-પિતા તમારી સાથે કેવો સમય વિતાવે છે? શું ભોજન પરિવારના અન્ય સભ્યો સાથે મળીને આનંદમય વાતાવરણમાં લો છો? શું પરિવારનો વડીલો તમારી સાથે પૂરતો સમય વિતાવે છે અને મજા-મસ્તી કરે છે?
આભાર – નિહારીકા રવિયા
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


