હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને ૫૬માંથી ૩૬ કરાશે

0
23

ન્યુ દિલ્હી,તા.૨૪
સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે. સરકારનો ઇરાદો પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની સંખ્યા હાલ ૫૬ છે તે ઘટાડીને ૩૬ કરવાનો છે.
નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે આ બાબતે વિચાર-વિમર્શ શરૂ થઇ ગયો છે, કારણ કે દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના તેઓ પણ પ્રયોજક છે.
પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના મર્જર કરવાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધશે અને સાથે જ આ બેન્કોની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો કરી શકાશે તેમજ નાણાકીય સમાવેશનને વધુ પ્રોત્સાહિત કરી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં લોનનો પ્રવાહ વધારી શકાશે.
પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના આરઆરબી કાયદા ૧૯૭૬ હેઠળ કરવામાં આવી છે. તેની રચના પાછળનો હેતુ નાના ખેડૂતો, ખેત મજૂરો અને ગ્રામીણ વિસ્તારમાં કારીગરોને લોન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
ગ્રામીણ બેન્કોના સૂચિત મર્જર માટે આ કાયદામાં સુધારો કરવામાં આવશે. અગાઉ પણ ૨૦૧૫માં આ કાયદામાં સુધારો કરાયો હતો અને આ સુધારા અંતર્ગત આ બેન્કોને કેન્દ્ર, રાજ્ય સરકાર અને પ્રયોજક બેન્ક ઉપરાંત અન્ય સ્રોત દ્વારા મૂડી એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
વર્તમાન સમયમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૫૦ ટકા છે, જ્યારે ૩૫ ટકા ભાગીદારી સંબંધિત પ્રયોજક બેન્કની છે અને ૧૫ ટકા ભાગીદારી રાજ્ય સરકારની છે. આ અગાઉ તાજેતરમાં સરકારે બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કની મર્જરની પ્રક્રિયા શરૂ કરી છે તેના પગલે ગ્રામીણ બેન્કના મર્જરની કાર્યવાહી હાથ ધરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY