હાર્દિક આચાર્ય કે જે મૂળ અમદાવાદ ના વતની છે અને તેઓ વર્ષ 2001 થી મુંબઈ ની ફિલ્મ ઇનડસ્ટ્રી માં મ્યુઝિક કમ્પોઝર તરીકે કાર્યરત છે. તેઓ શરૂઆતના વર્ષો માં મશહૂર સિંગર અને સંગીતકાર હિમેશ રેશમિયાના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે હિમેશ રેશમિયાની સાથે લગભગ 100 થી પણ વધુ ફિલ્મોમાં એમને મ્યુઝીક આપ્યું છે જેમ્સ સલમાન ખાન ની તેરે નામ,મેને પ્યાર ક્યુ કિયા,દિલને જીસે આપના કહા,આશિક બનાયા આપને, આપકા સુરૂર,ચાઈના ટાઉન,એતરાઝ અને નમસ્તે લંડન જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં મ્યુઝીક અરેન્જર તરીકે કામ કર્યું છે ત્યારબાદ હાર્દિકે તેમના પાર્ટનર વિકી રાજા સાથે જોડી બનાવી તેઓ આજે વિકી હાર્દિક (મ્યુઝીક કમ્પોઝર) તરીકે ઓળખવામાં આવે છે.હાર્દિક આચાર્ય પોતે એક સારા લિરીસિસ્ટ પણ છે તેમને લગભગ 300 જેટલા ગીતો કમ્પોઝ પણ કર્યા છે અને લખ્યા પણ છે જેમાં મિકાસિંગ નું ” અલી અલી ” તથા સારા ખાન નું ” લેકિન વોહ મેરા દિલ ” ખૂબ લોકપ્રિય થયાં હતાં.સંગીતકાર તરીકે તેમને ગોવિંદા ની ફિલ્મ ” આ ગયા હીરો ” નું ડર્ટી ફ્લર્ટી ગીત કમ્પોઝ કર્યું હતું જે સુપરહિટ રહ્યુ હતું.વિકી-હાર્દિક આ બંને ગુજરાત ની ખ્યાતનામ વેલીયન્ટ પ્રીમિયર લીગ માં દિલ્હી ગલેડીયેટર ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ રહી ચૂક્યા છે .હાલમા જ તેમણે સલમાન ખાન ની ફિલ્મ ” રેસ 3 ” નું સોન્ગ ” પાર્ટી ચલે ઓન ” કમ્પોઝ કર્યું છે તથા શબ્દો પણ હાર્દિક આચાર્ય એ જ લખ્યા છે. તેમના અપકમિંગ પ્રોજેકટ મોટા બેનર સાથે રિલીઝ થવા જઇ રહ્યા છે ઓલ ધી બેસ્ટ તેમના ફ્યુચર રિલીઝ માટે એક ગુજરાતી તરીકે હાર્દિક આચાર્ય માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાત નું ગૌરવ છે.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"