ભાજપ પાસેથી લોકોને વધુ અપેક્ષા છે

0
13

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પહેલાથી જ શરૂ કરવામાં આવી ચુકી છે. ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત વિધાનસભાની ચૂંટણી જીતવા પર કેન્દ્રિત કરી દીધી છે.

 

બંને પાર્ટી પોત પોતાની વ્યુહરચનાને આખરી ઓપ આપી ચુક્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો જીતનો દાવો પણ કરી રહ્યા છે. કેટલાક રાજકીય પંડિતો માને છે કે આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે સેમીફાઇનલ સમાન છે. જા કે ભાજપના તમામ લોકો માટે છે કે કોઇ પણ ચૂંટણીને દેશમાં સેમીફાઇનલ સમાન ગણી લેવામાં આવે છે તે બાબત યોગ્ય નથી. ભાજપના ટોચના લોકો દાવો કરે છે કે ભાજપ દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થનાર પાર્ટી તરીકે છે. લોકોની અપેક્ષા ભાજપ પાસેથી સતત વધી રહી છે. ભાજપના તમામ લોકો નક્કરપણે માને છે કે વર્ષ ૨૦૧૯માં ફરી એકવાર વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ બનશે. ભાજપના લોકો દાવો કરે છે કે હારનો તો કોઇ પ્રશ્ન જ નથી. અમે ત્રણ રાજ્યોમાં તો સત્તામાં વાપસી કરી રહ્યા છીએ. સાથે સાથે એવા બે રાજ્યોમાં પણ સરકાર બનાવવા જઇ રહ્યા છીએ જ્યાં અમે સત્તામાં નથી. સ્વાભાવિક છે કે જીત માટેની ક્રેડિટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ પૂર્ણ પાર્ટી સભ્યો અને કાર્યકરોને જશે. મોદીની ટક્કરના નેતા હાલમાં દેશમાં કોઇ નથી. કોંગ્રેસ પાર્ટી પાસે તો ચહેરો જ નથી. ભાજપના વરિષ્ઠ લોકો કહે છે કે આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો રાજ્યોના મુખ્યપ્રધાનોની કોઇ કસૌટી નથી. અસલી પરીક્ષા તો મતદારોની છે. ત્રણ રાજ્યોની અમારી સરકારો દ્વારા જે વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની સરખામણી કોઇની સાથે કરી શકાય તેમ નથી. મોદીના સાઢા ચાર વર્ષના ગાળામાં સરકારે દેશના ચહેરાને બદલી નાખવામાં સફળતા હાંસલ કરી છે. વિદેશમાં આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ સિલસિલો જારી રહે આના માટે જે રાજ્યોમાં ભાજપની પહેલાથી જ સરકારો છે તે સરકારો પોતાની કામગીરીને આગળ વધારે તે જરૂરી છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં પણ ભાજપની સરકાર બને તેની ખાતરી કરવા માટે મતદારોએ પ્રયાસ કરવા જાઇએ. જા આવુ થશે તો જ વિકાસની કામગીરીને ઝડપથી તમામ જગ્યાએ આગળ વધારી શકાશે. ભાજપના શાસનમાં વિકાસની હમેંશા વાત કરવામાં આવે છે પરંતુ ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ બાબતો ફરી રામ ભરોસે કેમ થઇ જાય છે તે અંગે પુછવામાં આવતા ભાજપના લોકો દાવો કરે છે કે રામ મંદિર હવે ચૂંટણી મુદ્દો રહ્યો નથી. રામ મંદિર આસ્થાના પ્રશ્ન તરીકે છે. તેના પર આંખો બંધ કરી શકાય નહી. ભાજપે પોતાની કારોબારીમાં ઠરાવ પસાર કર્યો હતો કે ભવ્ય રામમંદિરનુ નિર્માણ તો થવુ જાઇએ. જા કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ દરેક વ્યક્ત ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ તો થવુ જાઇએ. પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામોને સામાન્ય મતદારોના અભિપ્રાય તરીકે જાવામાં આવે છે. મોદીની લોકપ્રિયતા અને ભાજપની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. એમ પણ રાજકીય પંડિતો માની રહ્યા છે કે જા પરિણામ ભાજપની ઇચ્છા મુજબના નહીં રહે તો વર્ષ ૨૦૧૯ની ચૂંટણી મોદી માટે મોટા પડકાર તરીકે બની જશે. આવી સ્થતીમાં ભાજપના નેતા જુદા અભિપ્રાય ધરાવે છે. ભાજપ મંદિર નિર્માણ ઇચ્છે છે. કોંગ્રેસ પાર્ટી મંદિર નિર્માણનો વિરોધ કરવાની સ્થતીમાં છે. મંદિર નિર્માણ ન થાય તેની હિમ્મત કોંગ્રેસ પાર્ટી કરી શકે છે તેવો પ્રશ્ન ભાજપના લોકો કરે છે. ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY