ભાલોદ નર્મદા નદી મા ઝાડી ઝાખરાનો અવરોધ ઉભો કરનારા તત્વો સામે સ્થાનિક માછીમારો નો આક્રોશ

0
43

ઝીંગાનું બિયારણ પકડીને ગેરકયદેસર રીતે નિકાસ કરવાથી માછીમારો ની જાળ ને નુકશાન કરતા ગ્રામસભા માં ઠરાવ ,જેમાં બે દિવસ નું અલ્ટીમેટમ અપાયું.

ભાલોદ ની નર્મદા નદી માં મચ્છી મારી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા માછીમારો ની કામગીરી માં અવરોધ ઉભો કરી ગેરકાયદેસર ઝીંગા નું બિયારણ પકડીને નિકાસ  થતા આ બાબતે રજુઆત બાદ ગ્રામસભામાં માછીમારો ના હિત માં ઠરાવ કરવામાં આવ્યો.

જેમાં બે દિવસ નું અલ્ટીમેટમ આપી અવરોધ કરતા ઝાડીઝાખરા દૂર કરવા જણાવાયું અને જો બે દિવસ માં આ દૂર નહીં થાય તો આવા અવરોધ ઉભા કરનારા તત્વો વિરુદ્ધ પગલાં લઈ કાયદેસર કાર્યવાહી અને 25 હજાર નો દંડ વસુલ કરવા ની પણ જોગવાઈ થઈ છે ત્યારે હાલ તો ભાલોદ ગ્રામ પંચાયત હેઠળ નર્મદા નદી સ્વચ્છ કરવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.પરંતુ હવે પછી અસામાજિક તત્વો દ્વારા ફરી આવા અવરોધ ઉભા થયા તો ઠરાવ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશે એમ જાણવા મળ્યું છે .

ધનંજય ઝવેરી મો.9904733000

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY