ઝધડીયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં સને ૨૦૧૭ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
212

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની હાલમાં ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને પોસઇ કૃણાલ પટેલ નાઓની સુચના થી પેરોલ સ્કોડના પો.માણસો આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ઝધડીયા પો.સ્‍ટ.ના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશભાઇ જગદીશભાઇ વસાવા ઉ.વ. ૪૧, રહે. વસાવા ફળીયુ, માંડવા, તા.અંકલેશ્વર જી.ભરૂચનાને માંડવા ખાતેથી પેરોલ સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને ઝધડીયા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY