ડેડીયાપાડા APMC ચૂંટણીમાં અગાઉ વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી,જ્યારે ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 17 ઉમેદવારો મેદાનમાં હતા.
ખેડૂત વિભાગ માટે યોજાયેલી ચૂંટણીમાં 135 મતદારોએ મતદાન કર્યું હતું.
રાજપીપળા:નર્મદા જિલ્લાની ડેડીયાપાડા APMCની ખેડૂત વિભાગની 8,વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક મળી કુલ 14 બેઠકોી ચૂંટી માટેં જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું.જેમાંથી વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો ચૂંટણી યોજાય એ પેહલા જ ફોર્મ ચકાસણીના અંતે બિનહરીફ જાહેર કરાઈ હતી.જ્યારે ખેડૂત વિભાગની 8 બેઠકો માટે કુલ 17 ઉમેદવારી પત્રો ભરાયા હતા.
ડેડીયાપાડા APMC ખાતે 3/12/2018ના રોજ નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 138 માંથી 135 મતદારોએ મતદાન કર્યું હતું.જેની 4/12/2018ના રોજ મત ગણતરી બાદ આ તમામ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો હતો જ્યારે ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થયો હતો.પણ ખેડૂત વિભાગની યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ ડેડીયાપાડાના માજી ધારાસભ્ય અને માજી વનમંત્રી એવા મોતીસિંહ વસાવાએ પણ પોતાનું નસીબ અજમાવી ઉમેદવારી નોંધાવી હતી.પણ આ સામાન્ય ચૂંટણીમાં પણ એમની હાર થતા જિલ્લા ભાજપમાં સોંપો પડી ગયો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે મોતીસિંહ વસાવાની વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા બેઠક પરથી હાર થઈ હતી,એ બાદ APMCની ચૂંટણીમાં પણ હાર થતા એમની સતત બીજી હાર આવનારી 2019લોકસભા ચૂંટણી માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





