ભારત હવે ૧૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે

0
36

નવીદિલ્હી, તા. ૧૪
આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગે આજે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધી વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બની જશે. જીડીપી ૧૦ ટ્રિલિયના આંકડા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, સારા દિવસો આવી રહ્યા છે. ખુબ સારી કામગીરી અર્થતંત્રમાં થઇ રહી છે. ભારતીયો માથું ઉંચુ કરીને ફરી શકે તેવી સ્થતિ હવે સર્જાઈ રહી છે. સ્વતંત્રતાના પ્રથમ ૪૦ વર્ષમાં દેશમાં મુશ્કેલથી ૩.૫ ટકાનો વિકાસ દર રહ્યો હતો. આજે સાતથી આઠ ટકાનો વિકાસ દર છે. એક કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે કહ્યું હતું કે, ૨૦૩૦ સુધી ભારત ૧૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. આ ખુબ જ પડકારરુપ બાબત છે. તમામ લોકો માટે એક સુવર્ણ તક પણ છે. વિશ્વના દેશો ભારત તરફ આશાસ્પદરીતે જાઇ રહ્યા છે. ૨૦૧૭માં ભારત ૨.૫૯ ટ્રિલિયન ડોલર સાથે છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY