નાંદોદના વાઘોડિયા ગામે કાકાનેે મોતને ઘાટ ઉતારનાર ભત્રીજાને આજીવન કેદ ની સજા

0
45

બે વર્ષ પૂર્વે જમીનમાં ભાગ બાબતે થયેલી બોલાચાલી બાદ કુુુહાડીના ઉપરાછાપરી ઘા મારી કુટુંબી કાકાનું સ્થળ પરજ મોત નિપજાવનાર ભત્રીીજાને સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિિલની ધારદાર દલીલો અને પુરાવા બાદ કોર્ટે કશુરવાર ગણી સજા ફટકારતા ચકચાર  

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં રેહતા મહેશ ભોખણ વસાવા અને તેનો પરિવાર ગત તારીખ 22-06-2016 ના રોજ સવારે ગામના હોળી ચકલા પાસે બેઠા હતા એ સમયે આરોપી કાલીદાશ ચંદુ વસાવા અને એનો બાપ ચંદુ ભાયા વસાવા એ ત્યાં આવી જણાવ્યું કે અમને જમીનમાં ભાગ કેમ આપતો નથી અને તમે એકલા ખેડી ખાવ છો તેમ કેહતા ફરિયાદી મહેશ ની પત્ની સુરેખા અને પતિ મહેશે જણાવ્યું કે આ જમીન અમારા પિતા ભોખને એ વેચાણ રાખેલ છે, એમાં તમારો ભાગ મળે નહિ ત્યારબાદ ઉશ્કેરાઈ જઇ આરોપી એ ગાળાગાળી કરી અને ચંદુ વસાવા એ ધારિયું ઉધામી મારવા જતા મરનાર મહેશ જમીન પર પડી જતા ચંદુ ના પુત્ર અને મરનાર મહેશના કુટુંબી ભત્રીજા થતા કાલિદાસે જમીન પર પડેલા મહેશ ભોખન વસાવા પર ઉપરાછાપરી કુહાડીના ઘા મારી ગંભીર ઈજાઓ પોહ્ચાડતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જેથી એ સમયે આ ફરિયાદ મરનાર ની પત્ની સુરેખાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા બાદ આ કેસ ની તપાસ એ સમયે આમલેથા પોલીસ મથકે અને હાલ એલ સી બી માં ફરજ બજાવતા બાહોશ પી એસ આઈ એ ડી મહંતે કરેલ હતી. આ કેશ આજે રાજપીપલા ડીસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટ જજ જે પી ગઢવી ની કોર્ટ માં ચાલી જતા જિલ્લાના સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી કાલિદાસ વસાવાને હત્યા માં ગુનેગાર ઠેરવી કોર્ટે આજીવન કેદ અને દંડ ની સજા ફટકારી હતી જયારે એના પિતા ચંદુ વસવા ને શંકાનો લાભ આપી નિર્દોસ છોડી મુક્યો હતો ત્યારે હત્યારા કાલિદાસ ને આજીવન કેદ ની સજા ફટકારતા નાંદોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY