હિન્દુ પાકિસ્તાનવાળા નિવેદન બાદ થરૂર વિરૂદ્ધ સમન્સ જારી

0
14

નવીદિલ્હી, તા. ૧૪
કોંગ્રેસના સાંસદ શશી થરુર દ્વારા હાલમાં જ આપવામાં આવેલા હિન્દુ પાકિસ્તાન વાળા નિવેદનના કારણે તેમની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. કોલકાતાની એક અદાલતે થરુરને આ નિવેદન કરવા બદલ સમન્સ આપી દીધું છે. હકીકતમાં વકીલ સુમિત ચૌધરી દ્વારા શશી થરુરની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને બંધારણનું અપમાન કરવાના મામલામાં કેસ દાખલ કરી દીધો છે. કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં શશી થરુરને ૧૪મી ઓગસ્ટના દિવસે હાજર થવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરુરે હાલમાં જ કહ્યું હતું કે, જા ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં ભાજપ જીતશે તો ભારતનું બંધારણ ખતરામાં રહેશે. ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે. ભાજપની જીતથી લોકશાહી મુલ્યો ખતરામાં મુકાશે. કોંગ્રેસી નેતા શશી થરુરના હિન્દુ પાકિસ્તાનવાળા નિવેદન ઉપર ભાજપે આક્રમક પ્રહારો કર્યા હતા અને માફી માંગવા માટે કહ્યું હતું. શશી થરુરના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ભાજપે શશી થરુરના નિવેદનને વોટબેંક પોલિટિક્સ સાથે જાડીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના સેક્યુલરિઝમને બોગસ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી છે. ભાજપ તરફથી પાર્ટીના પ્રવક્તા સંદીપ પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી મોદીની સામે બોલવા માટે દેશના લોકતંત્ર ઉપર પ્રહાર કરે છે. તેઓએ આને હિન્દુઓ ઉપર હુમલા તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. થરુરે ફેસબુક પોસ્ટ મારફતે ભાજપ ઉપર પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવ્યા હતા. હોબાળો થયા બાદ પણ શશી થરુરે પોતાના નિવેદન પરત ખેંચ્યા ન હતા. કોંગ્રેસ સાંસદે ભાજપ અને સંઘ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ અને સંઘ હિન્દુ રાષ્ટ્રના વિચાર અને પાકિસ્તાનની એવી વિચારધાર નજરે પડે છે. શશી થરુર છે કે, એક રાજ્ય જ્યાં બહુવસ્તી ધરાવતા દેશમાં લઘુમતિઓને દબાવીને રાખવામાં આવે છે જ્યારે પાકિસ્તાનમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. ભાજપે શશી થરુરના નિવેદનને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસેથી માફીની માંગણી કરી છે. સંદીપ પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ઇશારે પાર્ટીના નેતા હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધી હિન્દુ લોકોથી નફરત કરે છે. તેઓ પોતે પણ આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે. સંદીપ પાત્રાએ કહ્યું હતું કે, અગાઉ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, દિગ્વજયસિંહ, સૈફુદ્દીન સોઝ, સુશીલકુમાર શિંદે પણ આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું હતું કે, આ શશી થરુરને ભ્રમ છે અને તેમને એવું લાગે છે કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં પણ આવનાર નથી. કોંગ્રેસ પાર્ટીના લોકોએ બંધારણ સાથે રમત રમીને લોકોના અધિકારો અને સ્વતંત્રતાને આંચકી લીધી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY