ભુજ,તા.૧૦
ભારતની દરિયાઇ સીમા ઓળંગી ઘૂસેલા ૧૪ માછીમારોની સજા પૂર્ણ થતાં તેમને છોડવામાં માટે ભુજથી અટારી બોર્ડર છોડવા કચ્છ પોલીસ ગઈ હતી. હવે પાકિસ્તાને પણ પાક. જેલમાં બંધ ભારતના ૨૭ માછીમારોને મુક્ત કરશે. તમામ માછીમારો ૧૩ ઓગસ્ટે કરાંચીની જેલમાંથી છુટીને તેમના વતન પહોંચશે. આંઘ્રપ્રદેશનો-૧, નવસારીનો-૧, પોરબંદરનો-૧, અને સોમનાથના ૨૪ એમ કુલ મળીને ૨૭ માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે.
ભારતની દરિયાઈ સીમાથી ઘુસેલા ૧૪ માછીમારોને ભારતે સજા પૂર્ણ થતાં છોડી દેવામાં આવ્યા હતા. ૫મી ઓગસ્ટે તેમને મૂકવા માટે ભૂજથી અટારી બોર્ડર જતી પોલીસની બસને અકસ્માત નડ્યો હતો પોલીસ બસમાં સવાર ૧૪ માછીમારો પેકી ૧૧ માછીમારોને ઇજાઓ થવા પામી હતી,જે ઇજાઓ સામાન્ય હતી. આ માછીમારોને થરાદ સારવાર આપી અટારી બોર્ડર રવાના કરાયા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




