ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદના લોકો નિયમબદ્ધ બન્યા

0
27

અમદાવાદ,તા.૧૦
શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદની તસવીર બદલાઈ રહી છે. ૨૬ જુલાઈએ જÂસ્ટસ એમ.આર શાહ દ્વારા અપાયેલા આદેશ પછી તમામ અમદાવાદીઓ હરકતમાં આવ્યા છે. પોલીસને તો પહેલા હાઇકોર્ટનો આદેશ છે માનવો જ પડશે એવું લાગ્યું પણ હવે તો પોલીસ તંત્રનો ઉત્સાહ વધી ગયો છે. નિયમભંગ કરતા લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું અને પોતે પોલીસ છે એવો ગર્વ પણ અનુભવ્યો. જાત જાતામાં લોકો પણ નિયમબદ્ધ બનતા જાય છે. અમુક લોકો પેલી કહેવતની જેમ શિક્ષકે સોટી મારી ને સીધા થયા તો કોઈકને પોતાની ફરજ પણ સમજાઈ.
ક્્યારેય નથી વિચારેલું દબાણ અને ટ્રાફિક દૂર થયો. ૪-૪ પોલીસમેન માત્ર રોડ ઉભી રાખેલ કારને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.
એક ફિલ્મના ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે- ‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમનમેન’ અર્થાત્ સામાન્ય માણસની તાકાતને ઓછી આંકશો નહીં. હવે આ હકીકત જુઓ. દબાણો અને ગેરકાયદે પા‹કગ સામે જે રીતે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને લોકોનો તેને સપોર્ટ મળી રહ્યો છે. એનાથી પોલીસનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તસવીર અમદાવાદની છે. એક કાર નો-પા‹કગ એરિયામાં હતી. બસ, તરત જ પોલીસના ચારથી પાંચ જવાનો પહોંચી ગયા. ચાર પોલીસકર્મી તો એક-એક ટાયરની હવા કાઢવા લાગ્યા. એમ લાગે છે કે કારમાં બેઠેલી વ્યક્તિએ પોલીસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવો જાઈએ. એક પોલીસ કર્મચારીએ તો કારમાલિકને અસલ પોલીસની શૈલીમાં જવાબ આપ્યો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY