અમદાવાદ,તા.૧૦
અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરમાં સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન, દબાણ હટાવવાની તેમજ માર્ગો પર આવેલા ગેરકારદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે. સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે માટી ઉપાડતા મશીન, બગીચા ખાતું પણ સક્રિય થઇ ગયું છે.
આ ઝુંબેશના ભાગ રુપે વહેલી સવારથી જ આર.ટી.ઓ., ટ્રાફિક શાખા, અમ્યુ.કો ના કર્મચારીઓ એ પોતાના વિભાગની કામગીરી શરુ કરી દીધી હતી. અમદાવાદ શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં બંન્ને તરફ માર્ગ પરના દબાણો ક્્યાંક તંત્ર હટાવી રહ્યું છે તો ક્્યાંક લોકો પોતે જ કારીગરો દ્વારા કામગીરી કરાવી રહ્યા છે.
આજે વાસણા વિસ્તારમાં લારી-ગલ્લાને દબાણ ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. વાસણાથી જુહાપુરા તરફ જતા આ વિસ્તારમાં દુકાન-મકાનના વધારાના દબાણોને જે.સી.બી. મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. દબાણની આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેમજ અમ્યુ.કોના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી માર્ગો મોકળા કર્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સીધા આદેશ હેઠળ છેલ્લા ૮ દિવસથી સમગ્ર અમદાવાદમાં રોડ પરનાં દબાણો દૂર કરવાનું ઓપરેશન ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરાયું છે. તંત્રના ઓપરેશન ડિમોલિશનને લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તર ઝોનના એકાદ-બે અપવાદ સિવાય હજુ સુધી ક્્યાંય ખાસ વિરોધ દબાણકર્તાઓ દ્વારા થતો નથી.
દરમ્યાન આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે શાહીબાગ, અસારવા વોર્ડમાં આવેલા વિઠ્ઠલનગર ચાર રસ્તાથી એફએસએલ ચાર રસ્તા અને ત્યાંથી રામેશ્વર ચાર રસ્તા સુધીના આશરે ચાર કિ.મી. લાંબા રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી સવારથી હાથ ધરી છે.
જયારે પશ્ચિમ ઝોનમાં સત્તાવાળાઓ નારણપુરા એઇસી વિસ્તારમાં ત્રાટક્્યા છે. પૂર્વ ઝોનમાં સરદાર પટેલ રિંગરોડ પરના દાસ્તાન ફાર્મથી રામોલ સર્કલ સુધીના આશરે ૭ કિ.મી. લાંબા રસ્તા પરનાં દબાણ ખસેડવાની કામગીરી આરંભી છે.
જ્યારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દ્વારા આજે પણ સરખેજ ચોકડીથી શાંતિપુરા સર્કલ સુધી રોડ પરનાં દબાણને જેસીબી મશીનની સહાયથી હટાવવાની કામગીરી આગળ ધપાવાઇ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


