મુંબઈ,તા.૬
રિયાલીટી શો બિગ બોસ-૧૨ શરૂ થવાને આડે હવે થોડા જ દિવસ બાકી છે. દર વર્ષેની જેમ જ આ વર્ષે પણ થનારા આ શોમાં અનેક કન્ટેસ્ન્ટન્ટ ભાગ લઈ રહ્યા છે. પરંતુ તેની વચ્ચે મીડિયા અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ શોમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંસત પણ ભાગ લઈ શકે છે. એસ શ્રીસંત ૨૦૧૩માં આઈપીએલ ફિકિસગના પછી પ્રતિબંધ ભોગવી રહ્યો છે.
સ્પોટ ફિકિસગના મામલામાં શ્રીસંતને મે ૨૦૧૩માં દિલ્હીની તિહાડ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ફિકિસગના આરોપમાં ૨૦૧૩માં મુંબઈથી શ્રીસંત અને તેના સાથી ખેલાડીઓ અજીત ચાંદીલા અને અંકિત ચવ્હાણની પણ ધરપકડ કરી હતી. સ્પોટ ફિકિસગ મામલે બીસીસીઆઈની અનુશાસન સમિતિએ શ્રીસંતને દોષિત ગણી આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.
શ્રીસંતનો રિયાલિટી શો સાથે જુનો નાતો છે. તે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂકવ્યો છે. સાથે તે મલયાલમ ફિલ્મ ટીમ-૫માં પણ કામ કરી ચૂકવ્યો છે. હાલમાં જ શ્રીસંતે ગજબની બોડી બનાવી છે. આ બોડી તેણે પોતાની આવનારી ફિલ્મ કન્નડ ફિલ્મ ‘કેમ્પેગોડા -૨’માટે બનાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટેજોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





