ભરૂચ શહેરમાં આવતી કાલથી પોસ્ટ પેમેન્ટ બેંકનું શુભારંભ થનાર છે. ત્યારે સુપ્રીટેન્ડટ ઓફ પોસ્ટ ઓફીસ દ્રારા પત્રકારોને માહિતી અપાઈ.

0
167

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકની સેવાઓ લોકાર્પણ કરશે.સમગ્ર દેશમાં આઇપીપીબીની સેવાઓ જિલ્લા મથકની ૬૫૦ શાખાઓમાં તેમજ ૨૬૦૦ એક્સેસ પોઇન્ટ એક સાથે કાર્યરત કરવાના છે. ત્યારે ભરૂચ પોસ્ટ સુપ્રીટેનડેન્ટ એસ.એ.શાહ દ્રારા એક પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આપણા ઘરે પોસ્ટમેન સામાન્યત: ટપાલ લઇને જ આવતા હોય છે. ઓનલાઇન બેંકિંગ ટ્રાન્જેક્શનના કારણે ટપાલ વિભાગની ‘મની ઓર્ડર’ની સેવા આજે લગભગ વિસરાઇ ગઇ છે. આ સ્થિતિમાં દેશના ખૂણેખૂણે ‘પેમેન્ટ્સ બેંક’ની અન્ય સેવા મળી રહે તેવી મહત્ત્વાકાંક્ષી યોજના અમલી થઇ રહી છે. દેશના છેવાડાના ગામમાં પણ રહેતા લોકોને બેંકિંગ સેવા તેમના ઘરના આંગણે જ મળી રહે અને ઘરે બેઠા જ રૂપિયા ઉપાડવાની કે જમા કરાવવાની સુવિધા મળે તે માટે પોસ્ટ વિભાગ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) શરૂ કરી રહ્યું છે. આ બેંકના ખાતેદારો માટે પોસ્ટમેન બેંકમાંથી પૈસા ઉપાડી ઘરે આપી જશે અને ખાતેદારોના રૂપિયા ઘરેથી લઇ જઇ બેંકમાં જમા પણ કરાવી આપશે.

દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ સિસ્ટમને લોન્ચ કરી છે. જેના ભાગરૂપે આવતી કાલે ભરૂચ જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ યોજાશે. આ યોજનાનો વડાપ્રધાનના હસ્તે આવતી કાલથી દેશભરમાં શરૂઆત થવાની છે. ૧ લી સપ્ટેમ્બરથી IPPBનો પ્રારંભ દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે. શરૂઆતમાં ગુજરાતમાં IPPBની ૩૨ અને દેશભરમાં ૬૫૦ શાખા કાર્યરત કરાશે. અને ક્રમશ: તમામ પોસ્ટ ઓફિસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.જેમાં ૩૧મી ડિસેમ્બર સુધીમાં દેશમાં ૧.૫૫ લાખ પોસ્ટ બેંક બ્રાન્ચ કાર્યરત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રમિકોને ડાયરેક્ટ બેનિફિટ IPPBના એકાઉન્ટને કારણે હવે ઘણી સેવાઓ શક્ય બનશે. જેમ કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, સરકારી લાભો,શ્રમિકોના મનરેગા જેવી યોજનાની સહાય, સરકારી સબસીડી તથા વેપારીઓ માટે ઓફલાઇન પેમેન્ટ્સ, નાણાંકીય, વહીવટી સેવાઓ પણ ઉપલબ્ધ થશે. અસંગઠિત વેપારીને પણ સુવિધાઓ મળશે તેવું પોસ્ટ સુપ્રીટેનડેન્ટ એસ.એ.શાહ દ્રારા માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY