ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્રારા વીજ ચેકીંગ કરાતા વીજ ચોરોમાં ભય ફેલાઈ ગયો હતો.

0
518

ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્રારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સની ૫૫ જેટલી ટીમોએ દ્રારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતાં વીજ ચોરોમાં ભય ફેલાઈ ગયો હતો.

વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેકશનના ૧૧૩૭ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાંથી ૮૭ જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિઓ જાણતા વીજ કંપની દ્રારા વીજ કનેક્શનના ગ્રાહકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વીજ કંપનીના દરોડા દરમ્યાન કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા તથા નેત્રંગ તાલુકાઓમાં વિજ કંપની દ્રારા અચાનક વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતાં વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY