ખેડૂતોના દેવા માફીને લઈને ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્કિદ પટેલને ભરૂચ જિલ્લા કોંગ્રેસ તથા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. તો સમર્થનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ અને રામધુનનો કાર્યક્રમ સ્ટેશન પર કરવામાં આવ્યા હતા.

ખેડૂત હિતરક્ષક સમિતિ તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા સવારના ૧૧ થી ૨ સુધી પ્રતીક ઉપવાસ તથા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો સહિત મોટી સાંખ્યમાં પાટીદારો હજાર રહી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથોસાથ હાર્દિકનાં સ્વાસ્થ્ય માટે રામધૂન બોલાવી હતી.

આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, હિતરક્ષક સમિતિના પ્રમુખ માવસંઘ પરમાર,ખેડૂત આગેવાન જયેશ પટેલ,પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




