દલિત યુવાને હાર્દિક પટેલને સમર્થન આપી શીશ ધરી કમળ પૂજાની ચીમકી આપી

0
14

રાજકોટ,તા.૬
હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને અનામતને લઇ કરવામાં આવી રહેલા આંદોલનને કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના વતની દલિત યુવાન મનસુખભાઈ ગોવિંદભાઇ રાઠોડ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. સાથે રાજ્યપાલ તેમજ ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનને યોગ્ય ગણાવી તેનો સરકાર ત્વરીત નિકાલ લાવે તેવી માંગ કરી છે. હાર્દિક પટેલના સમર્થનમાં તેઓ દ્વારા પણ ધૂન-ભજન કરાશે તેમ છતાં પણ સરકારને સદબુદ્ધિ નહીં આવે તો તેઓ દ્વારા કમળ પૂજા કરી શીશ ધરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હાર્દિક પટલેના ઉપવાસ આંદોલનને સૌરાષ્ટ્રભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે ગુરૂવારે ગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હાર્દિક પટેલને પોતાનું સમર્થન આપ્યું છે. આ સિવાય જસદણના લીલાપુર ગામે પણ ગત રાત્રે પાટીદારોએ રામધૂન બોલાવી સમર્થન આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY