પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભરૂચ ખાતે કરાવેલો શુભારંભ..

0
15

ભારત સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરવામાં આવતા આ યોજનાને રાજય સરકાર ધ્વારા પણ અમલવારી કરવાના ભાગરૂપે જિલ્લા કક્ષાએ  ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉનહોલ ખાતે રાજયના ગૃહ, ઉર્જા,વૈધાનિક અને સંસદિય બાબતો, કાયદો,ન્યાયતંત્ર વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના વરદહસ્તે આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા કલેકટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમનું દિપ પ્રગટાવી અધ્યક્ષસ્થાનેથી ગૃહ રાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપૂત્રશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના ગરીબ – મધ્યમ પરિવારો માટે આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આજથી શુભારંભ કરી રહયા છે ત્યારે આ યોજના થકી ગરીબ –મધ્યમ વર્ગના નાગરિકોને પરિવારદીઠ વાર્ષિક રૂા.પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ પુરું પડાશે. ગુજરાત રાજયના ૪૪ લાખથી વધારે પરિવારોના ૨.૨૫ કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે જયારે ભરૂચ જિલ્લામાં ૧.૧૪ લાખ પરિવારને આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે.

આઝાદી પછી આજ દિન સુધી ગરીબો માટે કોઇ સારામાં સારી યોજના હોઇ તો તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ કેશલેસ અને પેપરલેસ સેવા હોઇ હોસ્પિટલ ધ્વારા લાભાર્થી પાસેથી કોઇ પણ ચાર્જ લેવામાં આવશે નહિં.તેમણે આ યોજના હેઠળ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના વ્યકિતનો સમાવેશ કરાયો હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે દેશના કરોડો લોકોનું આશાનું કિરણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી બન્યા છે ત્યારે આ યોજનાનો  દેશના કુલ ૧૦.૭૪ કરોડ કુટુંબોને લાભ મળશે.તેમણે જિલ્લા પ્રસાશન ધ્વારા પણ આ યોજનાનો વ્યાપક પ્રચાર – પ્રસાર થાય તેવી અપેક્ષા સેવી હતી.

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં પોતાના શાસન દરમ્યાન ગરીબોને કેન્દ્રમાં રાખીને અમલી બનાવેલ આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની વિગતો અને તેના મળેલા પરિણામોની વિસ્તૃત માહિતી આપી હતી.

વિશ્વના ફલક પર ભારતને આગવી ઓળખ આપનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને પોતાની જિંદગીમાં કોઇના ઓશિયાળા ન રહેવું પડે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજથી અમલી બનાવી જે સાચા અર્થમાં ગરીબ – મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે તેવી આશા સેવી હતી.

પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમારે તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ધદ્રષ્ટિરૂપે શરૂ થયેલી આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ – મધ્યમવર્ગના પરિવારો માટે આર્શિવાદરૂપ હોવાનું જણાવી પોતાની શુભેચ્છાઓ વ્યકત કરી હતી. વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ભરૂચ જિલ્લાના ૧.૧૪ લાખ પરિવારોને લાભ મળશે. તેમણે રાજય સરકાર ધ્વારા આરોગ્યક્ષેત્રે લીધેલાં મહત્તમ પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.વી.એસ.ત્રિપાઠીએ સ્વાગત પ્રવચનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

આજના આ કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ગોલ્ડન રેર્કોડ ( ઇ – કાર્ડ ) એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી – મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકો ધ્વારા રાષ્ટ્રીય સ્તરના ઉદધાટન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ જિલ્લા આર.સી.એસ અધિકારીશ્રીએ કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઇ મિસ્ત્રી, શ્રી કિરણભાઇ મકવાણા, જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, આગેવાન પદાધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના ડોકટર્સ, કર્મચારીઓ, લાભાર્થીઓ,આશા વર્કરો, નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY