ખેડા જિલ્લામાં પ્રઘાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ ..

0
36

સહકાર રાજયમંત્રી  ઇશ્ર્વરસિંહ પટેલે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ અને જિલ્‍લા પ્રશાસનના સંયુકત ઉપક્રમે આયુષ્‍માન ભારત પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો ખેડા જિલ્‍લામાં પ્રારંભ કરાવતા જણાવ્‍યું હતું કે, રાજયના છેવાડાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજના આર્શીવાદરૂપ પુરવાર થશે. આ યોજના હેઠળ ગરીબ-પરિવારોને રૂા.પાંચ લાખ સુધીનું આરોગ્‍ય રક્ષા કવચ પુરું પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયમંત્રીશ્રી પટેલે સમગ્ર રાષ્‍ટ્રમાં સૌ પ્રથમવાર દેશના ૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ નાગરિકોને આરોગ્‍ય રક્ષા કવચ પુરૂ પાડતી આયુષ્‍માન ભારત પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજના ગરીબોના જીવનમાં નવો ઉજાસ પાથરશે. આ યોજના હેઠળ રાજયમાં સામાજિક, આર્થિક અને જાતિ આઘારિત સર્વેક્ષણ ૨૦૧૧ હેઠળ નોંધાયેલ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારના કુલ ૪૪.૮૫ લાખ પરિવારોના ૨.૨૫ કરોડ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ખેડા જિલ્‍લામાં પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ ૧.૭૯ લાખ પરિવારોના નવ લાખ ઉપરાંત નાગરિકોને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી પટેલે જણાવ્‍યું કે, આ યોજનાના અમલીકરણ માટે રાજયના બજેટમાં રૂા.૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયની ૧૭૦૦ ઉપરાંત સરકારી તેમજ ખાનગી હોસ્‍પિટલોમાં આ  યોજનાનો નાગરિકોને લાભ મળશે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, રાજયના નાગરિકોને અસરકારક આરોગ્‍ય સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય  સેવાઓનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે. તેમણે રાજય સરકારની આરોગ્‍યલક્ષી યોજનાઓની વિસ્‍તૃત વિગતો આપી હતી.

પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજનાને ગરીબ કલ્‍યાણ માટેની ભારતના ઇતિહાસની સૌથી મોટી યોજના લેખાવતાં સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, આયુષ્‍માન ભારત યોજના તહેત ગરીબ પરિવારોને રૂા.પાંચ લાખનું કેશલેસ આરોગ્‍ય સુરક્ષા કવચ કેન્‍દ્ર/રાજય સરકાર દ્વારા પુરૂં પાડવામાં આવશે. રાષ્‍ટ્રની પ્રગતિનો આઘાર નાગરિકોની આરોગ્‍ય-સુખાકારી પર રહેલો છે, ત્‍યારે આ યોજના ગરીબો માટેઉપકારક બની રહેશે. તેમણે પ્રઘાનમંત્રી સુરક્ષા યોજના, પ્રઘાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્‍વચ્‍છ ભારત

મિશન યોજના અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. ખેડા જિલ્‍લામાં પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ ૪૦૦ ઉપરાંત લાભાર્થીઓને રૂા.આઠ કરોડ, જયારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૭૩૦૦૦ હજાર ઉપરાંત ગરીબ મહિલાઓને રાંધણગેસ પુરા પાડવામાં આવ્‍યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે આયુષ્‍માન ભારત-પ્રઘાનમંત્રી જન આરોગ્‍ય યોજનાને આવકારતા આ યોજનાનો ગામડાઓમાં વ્‍યાપક પ્રચારપ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી આરોગ્‍ય યોજના હેઠળ મહાનુભાવોના હસ્‍તે લાભાર્થીઓને ગોલ્‍ડન રેકર્ડ- ઇ કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લ વિકાસ અધિકારી ર્ડા.એન.ડી.મોદીએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.ડી.સી.જાગાણીએ આભાર વિધિ કરી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાની માહિતી આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી જાગાણીએ જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ ૧૩૫૦ પ્રકારની બીમારીઓને આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી તથા ખાનગી હોસ્‍પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. હોસ્‍પિટલમાં સારવાર અંગે માર્ગદર્શન માટે પ્રઘાનમંત્રી આરોગ્‍ય મિત્રની નિમણૂંક કરવામાં આવનાર છે.

આ યોજનાના અસરકારક અમલીકરણ માટે સ્‍ટેટ હેલ્‍થ એજન્‍સીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત રાજય તેમજ જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી  હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય સર્વશ્રસ કેસરીંસિંહ સોલંકી, અર્જૂનસિંહ ચૌહાણ, પદાધિકારીઓ, નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજા, સિવિલ સર્જન ર્ડા. પાઠકજી, પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, આશા વર્કરો, ડોકટરો, આંગણવાડી કાર્યકરો, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્‍ય અધિકારીઓ હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY