સસ્તી૦, સારી અને ઝડપી આરોગ્ય્ની સેવા મળે તેવા સરકારના અવિરત પ્રયાસો છે-આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી

0
36

પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ હસ્‍તે સમગ્ર દેશમાં વિશ્વની સૌથી મોટી સ્‍વાસ્‍થ્‍ય યોજના ‘આયુષ્‍માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’ (PM-JAY)નો સમગ્ર દેશભરમાં શુભારંભ કરાયો છે. જેના ભાગરૂપે વલસાડની જી.એમ.ઇ.આર.એસ. હોસ્‍પિટલ ખાતે જિલ્લાની યોજનાના શુભારંભનો કાર્યક્રમ આરોગ્‍ય રાજ્‍યમંત્રી કિશોરભાઇ કાનાણીની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે આરોગ્‍ય મંત્રીએ જણાવ્‍યું હતું કે, સસ્‍તી, સારી અને ઝડપી આરોગ્‍યની સેવા મળે તે માટે સરકારના અવિરત પ્રયાસો રહયા છે, તે માટે અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સ્‍વાસ્‍થ્‍ય માટે આશીર્વાદરૂપ ૧૦૮ ઇમરજન્‍સી યોજનાના ૧૧ વર્ષ પૂર્ણ થયાં છે અને આજે સમગ્ર રાજ્‍યમાં પ૬પ એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત હોવાનું જણાવી ૭ લાખ કરતાં વધુ લોકોના જીવન બચાવવામાં સફળતા મળી છે. ગાંધીજીના સ્‍વપ્‍ન સ્‍વચ્‍છ ભારતને પૂર્ણ કરવા માટેના અભિયાનમાં જન-જનના સહયોગની અપેક્ષા મંત્રીશ્રીએ વ્‍યક્‍ત કરી હતી.  સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેનો લાભ લોકોને સમયસર મળે તે માટે લોકોના સહયોગની આવશ્‍યકતા છે. પી.એમ.જે.એ.વાય. યોજના થકી આરોગ્‍ય માટે વિદેશોમાં મળતી સારવારની જેમ જ રાજ્‍યની ૧૭૦૦ જેટલી હોસ્‍પિટલોમાં સવા બે કરોડ જેટલા જરૂરિયાતમંદ લોકોને લાભ મળશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સરકારની યોજનાને સફળ બનાવવાની આપણી સૌની જવાબદારી છે, ત્‍યારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા સૌ સાથે મળી માનવ સેવારૂપી આ યોજનાનો લાભ જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને સમયસરમળે તે માટે સંબંધિતો તેમની ફરજ નિષ્‍ઠાપૂર્વક બજાવે તે જરૂરી છે.

સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ તેમજ મેડીકલ કોલેજના ડીન જી.આર.પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધનો કર્યાં હતાં.

સિવિલ સર્જન ડો. આર.એમ.જીતીયાએ આરોગ્‍યક્ષેત્રમાં અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. આયુષ્‍માન પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાની જાણકારી આપતાં વધુમાં જણાવ્‍યું હતું કે, કુટુંબની સભ્‍યસંખ્‍યાની મર્યાદાને ધ્‍યાને લેવા સિવાય રાજ્‍યની ૧૭૦૦થી પણ વધુ સરકારી અને ખાનગી હોસ્‍પિટલમાં રૂા.પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્‍યે આપવામાં આવશે. આ યોજના સંપૂર્ણ રીતે કેશલેશ હોઇ નાણાંકીય વ્‍યવહાર પણ કરવાનો રહેતો નથી, તમામ વ્‍યવસ્‍થા હોસ્‍પિટલે કરવાની રહે છે. જેનો લાભ લેવા માટે આધારકાર્ડ, ઇ-કાર્ડ, મા અથવા મા-વાત્‍સલ્‍ય કાર્ડમાંથી કોઇપણ એક તેમજ રેશનકાર્ડ લઇ જવાનો રહેશે. આ યોજનાનું અમલીકરણ રાજ્‍યકક્ષાએ ગુજરાત હેલ્‍થ પ્રોટેકશન સોસાયટી દ્વારા કરવામાં આવશે, જે માટે સ્‍ટેટ હેલ્‍થ એજન્‍સીની રચના કરવામાં આવી છે.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી અનિલભાઇ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી વલસાડ જિલ્લામાં આરોગ્‍ય ક્ષેત્રે થયેલી કામગીરીની રૂપરેખા આપી હતી.આ અવસરે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની અધ્‍યક્ષતામાં રાંચી-ઝારખંડ ખાતે યોજાયેલા પી.એમ.જે.એ.વાય. રાષ્‍ટ્રીય કક્ષાના શુભારંભ કાર્યક્રમને આરોગ્‍ય રાજ્‍ય મંત્રી કિશોરભાઇ કાનાણી, મહાનુભાવો અને ઉપસ્‍થિત સૌએ લાઇવ નિહાળ્‍યો હતો.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેક્‍ટર કમલેશ બોર્ડર, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ ગુલાબભાઇ રાઉત, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન, જિલ્લા પંચાયત આરોગ્‍ય વિભાગ, પી.એચ.સી.-સી.એચ.સી.ના મેડીકલ ઓફિસરો, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના સ્‍ટાફ વગેરે હાજર રહયા હતા. આભારવિધિ જિલ્લા કવોલિટી એસ્‍યોરન્‍સના મેડીકલ ઓફિસર ડો.સંદિપ નાયકે કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY