અજમેર બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૦૭માં અજમેર દરગાહમાં એક બોમ્બ મુકવામાં આવ્યો હતો જેના વિસ્ફોટ થતા ૩ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ ૧૧ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ બોમ્બબ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૩ લોકોના મોત થયા હતા, તો ૧૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. માર્ચ, ૨૦૧૭માં સ્પેશિયલ NIA કૉર્ટે આપેલ ચુકાદામાં દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ સહિત ત્રણને દોષી કરાર અપાયો હતો. બન્ને દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. ઉપરાંત સ્વામી અસીમાનંદ સહિત ૭ લોકો નિર્દોષ મુક્ત થયા હતાં.જયારે સુરેશ નાયર સહિત ૩ આરોપી ફરાર હતા. જેમાંથી સુરેશ નાયર હાલ ઝડપાયો છે.
ATS ગુજરાતના અધિકારીઓને બાતમી મળી હતી કે સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસે શુક્લતીર્થની ખાતે નર્મદા પરિક્રમા કરતો આવવાનો છે. આ બાતમીના આધારે તે જગ્યાએ લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. ATSની એક ટીમ દ્વારા સુરેશ નાયને તેના શુકલતીર્થમાં આગમન સમયે જ ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરેશ નાયરને હાલ અમદાવાદ ખાતે આગળની પુછપરછ માટે લાવવામાં આવ્યો છે. તથા તેને આગામી દિવસોમાં એન.આઇ. એ.ને સોંપવામાં આવશે. તેની ધરપકડ પર એન.આઇ.એ.દ્વારા રૂપિયા બે લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






