મુંબઈ,તા.૨૫
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાને તેના ફેન્સ ‘દબંગ ગર્લ’નાં નામે ઓળખે છે, પરંતુ હવે તેનું નામ સાર્થક થતુ જાવા મળી રહ્યું છે. સોનાક્ષી સિન્હા સામે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સોનાક્ષી સહિત ૭ લોકો પર ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઇન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીએ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી અને તેની મેનેજર સહિત અન્ય ૫ લોકો સામે છેતરપીંડિનો આરોપ લગાવ્યો છે.
કંપનીનો દાવો છે કે, દિલ્લીમાં શા કરવા માટે કંપની પાસેથી સોનાક્ષીનાં ખાતામાં ૨૮ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સાથે ટીમની ફ્લાઇટની ટિકિટ બૂક કરવામાં આવી હતી, પરંતુ સોનાક્ષી કોઇપણ જાણ કર્યા વગર કાર્યક્રમમાં પહોંચી નહોતી. ઇન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીનાં માલિક પ્રમોદ શર્મા છે. તેમની કંપનીએ દિલ્લીનાં સીરીફાર્ટ આૅડિટોરિયમમાં ફેશન શાનું આયોજન કરાવવાનું કામ લીધું હતુ. આ માટે જુનમાં જ સોનાક્ષી પાસેથી ડેટ લઇને બૂકિંગ કરવામાં આવી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રમોદની કંપનીએ સોનાક્ષીની કંપનીનાં મેનેજર અભિષેક સિન્હાની વાત માનીને ૨૪ લાખની રકમ જીએસટી લગાવીને સ્વાતિ સિન્હા અને સોનાક્ષી સિન્હાનાં ખાતામાં નંખાવી હતી.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રમોદ દ્વારા પૈસા માંગતા સોનાક્ષીની ટીમ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. કંપનીનાં ડાયરેક્ટરે અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




