અંકલેશ્વરમાં એક શાળા નજીકથી પુર ઝડપે એક્ટિવા લઈ પસાર થતા બે સગીર વિદ્યાર્થીઓને શહેર પોલીસે રોકી તેમની પાસેથી એક્ટિવાના કાગળો માંગતા તેઓ પાસે નહિં હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે બન્નેની અંગ ઝડતી લેતાં તેમની પાસેથી એક એરગન અને બે ચપ્પુ મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અંકલેશ્વરના પીરામણ વિસ્તારમાં આવેલી એક શાળા નજીકથી બે સગીર વિદ્યાર્થીઓ એક્ટિવા લઈને પુર ઝડપે હંકારતા હતા.જે જોઈ શહેર પોલીસના સ્ટાફે તેમને રોકીને એક્ટિવના કાગળો માંગ્યા હતા. જોકે વિદ્યાર્થીએ તેઓ પાસે એક્ટિવાના કાગળો નહીં હોવાનું જણાવ્યું હતું.પોલીસને બન્ને સગીરો ઉપર શંકા જતા એક્ટિવા પાછળ સવાર સગીરની અંગ ઝડતી લેતાં તેની પાસેથી એક રામ પુરી ચપ્પુ અને એક એરગન મળી આવી હતી. જયારે પોલીસે બીજા એક્ટિવા ચાલક સગીરની અંગ ઝડતી લેતા તેની પાસેથી પણ એક રામ પુરી ચપ્પુ મળી આવ્યું હતું.જેથી શહેર પોલીસે બન્નેની અટક કરી બે રામ પુરી ચપ્પુ અને એક એરગન કબ્જે કરી આ વિદ્યાર્થીઓ શુ કારણે એરગન અને ચપ્પુ લઈને ફરતાં હતા.તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


