આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્રારા કેરલ માં થયેલ કુદરતી આપત્તિને કારણે થયેલ નુકશાનને મદદરૂપ થવા ભરૂચ શહેરના વીસ્તારોમા ફરી કેરલના લોકો માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે.
ભારત ના પ્રવાસન સ્થળ અને કુદરતી સૌંદર્ય થી ભરેલ કેરલ રાજ્યમાં હાલમાં કુદરતે વરસાદ રૂપી તારાજી સર્જી કેરલ રાજ્યને તહેસ નસેહ કરી નાખ્યું છે.આ કુદરતી આપત્તિમાં રાજ્યમાં કરોડોનું સંપત્તિ નુકશાન સહિત ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ત્યારે ભારત ભરમાંથી લોકો દ્રારા કેરલ રાજ્યને મદદરૂપ થવા ફંડ મોકલવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડીયાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ કાર્યકરો દ્રારા ભરૂચ શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમા ડબ્બાઓ બનાવી લોકો પાસે ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ શહેરના લોકો દ્રારા પણ ખુલ્લા મને દાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકરો,રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





