ભુજ એ ડિવિઝન પોલીસે સસ્તા સોનાના બિસ્કીટ ના નામે રૂપિયા ૪૦ લાખની ઠગાઈ કરનાર આરોપી પકડી પાડ્યો

0
752

ભુજ કચ્છ: પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના ડી.બી. વાઘેલા તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ – ભુજના એમ.એસ. ભરાડા નાઓએ સસ્તા સોનાની લાલચ આપી ચિટીંગ કરતા વ્યક્તિઓ વિરૂધ્ધ ગુન્હાઓ દાખલ કરવા જણાવેલ હોય છે તે મુજબ ફરીયાદી પ્રવિણસિંહ નવલસિંહ રાઠોડ (રહે – અમદાવાદ)એ ગત તા.૦૧-૧૧-૨૦૧૮ ના રોજ આરોપીઓ જગદીશ પટેલ કે જેનું સાચું નામ સંતોષ નાયર તથા કે.કે. પટેલ જેનું સાચું નામ નિતીન બારોટ રહે બન્ને ભુજ વાળાઓએ સસ્તા સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી રૂ.૪૦,૩૨,૦૦૦ ની ચિટીંગ કરેલ તે બાબતે ભુજ શહેર એ ડીવી.પો. સ્ટે.ફ.ગુ.ર.નં . ૧૪૯//૧૮ ઇ.પી. કો.ક – ૪૦૬ , ૪૨૦ , ૧૧૪ મુજબનો દાખલ થયેલ જે ગુન્હા કામે નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર જે.એમ.આલએ આરોપી સંતોષ ઉર્ફે જગદીશ સુરેન્દ્રકુમાર નાયર ઉ.વ. ૩૧ રહે. મુળ ગામ – પટનાપુરમ જી – કોલ્લમ રાજ્ય – કેરલા હાલ રહે – ભુજ વાળાની ઉપરોક્ત ગુન્હા કામે ગઇકાલ તા.૧૮-૧૨-૨૦૧૮ ના કલાક – ૨૧:૦૦ વાગ્યે અટક કરી આજરોજ નામદાર કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા નામદાર કોર્ટે મજકુર આરોપીના દિન – ૨ ના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ અને તપાસ દરમ્યાન મુદામાલ રીકવર કરવાની તેમજ સહ આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY