ભરૂચ જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. જેને દૂધધારા ડેરી તરીકે ઓળખવામાં આવે છે. જેની સ્થાપના 18 ડિસેમ્બર 1959નાં રોજ કરવામાં આવી હતી. આ ડેરીને 60માં વર્ષમાં પ્રવેશ થવાના પ્રસંગે ISO 9001-2015 અને ISO 22000-2005 સર્ટીફિકેટ પણ મળતાં બેવડી ખૂશીઓ મનાવવામાં આવી હતી. ડેરી ખાતે કર્મચારીઓએ કેક કાપી બેવડી ખૂશીની ઉજવણી કરી હતી.
ધી ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના સ્થાપના દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 59 વર્ષ પૂર્ણ કરી સફળતા પૂર્વક 60માં વર્ષમાં પ્રવેશ કરતાં સંઘનાં ચેરમેન ઘનશ્યામ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજીંગ ડિરેક્ટર પી.કે. પટેલ, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ હતી.
ગુણવત્તા અને ખાધ્ય સુરક્ષા નીતિ અંતર્ગત દૂધધારા ડેરીનાં આંતરીક તથા બાહ્ય ગ્રાહકોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કાયદાકીય જરૂરિયાત મુજબ ઉત્તરોત્તર સારી ગુણવત્તા જાળવી, દૂધ અને દૂધની બનાવટો ગ્રાહકોને પુરી પાડવાની કટિબધ્ધતાને લઈને દૂધ ઉત્પાદકોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ISO 9001-2015 અને SO 22000-2005નું લાયસન્સ આપવામાં આવ્યું છે. સંઘના ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજીંગ ડિરેક્ટર્સ, કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ખુશીની સૌએ સાથે મળીને ઉજવણી પણ કરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



