ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.

0
249

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી શુક્રવારના રોજ યોજાઈ હતી.જેમાં ત્રણ ઉમેદવારે પ્રમુખ તરીકે નામ નોંધાવ્યું હતું.

ભરૂચ બાર એસોસીએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા,છગન ગોડીગજબાર અને જીજ્ઞેશ બોમ્બેવાલાએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી. બાર એસોસીએશનના કુલ ૨પ૨ મતદારોમાંથી ૨૩૪ વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં એડવોકેટ પ્રદ્યુમનસિંહ સિંધાને ૧૭પ મત મળતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા થયા હતા.

જ્યારે તેમના હરીફ એવા છગન ગોડીગજબારને ૪૩ અને જીજ્ઞેશ બોમ્બેવાલાને માત્ર ૧૩ મત મળયા હતા. ઉપપ્રમુખ તરીકે એડવોકેટ નદીમ મો.સઇદ શેખ સેક્રેટરી તરીકે નીરવ બિપીનચંદ્ર મોદી અને ઉપ સેક્રટરી તરીકે એડવોકેટ સ્નેહલ આગ્નેજીયાની વરણી થઇ હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY