ભરૂચની નવી વાસહાતના યુવાન રાજેશ ગોહિલના શંકાસ્પદ મોતમાં ન્યાય મેળવવા કલેકટર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેસેલ મૃતકના પરિવારજનોની રાજ્યસભાના સાંસદ અને ઝાંઝરકાના ગાદીપતિ શંભુનાથ ટૂંડીયાએ શુક્રવારના રોજ મુલાકાત લઇ હૈયાધારણા આપી હત્યાનો ગુનો દાખલ કરાવવાની ખાત્રી આપી હતી.
રાજેશ ગોહિલના શંકાસ્પદ મોતમાં તેના પરિવારજનોએ રાજેશની હત્યા કરાઈ હોવાનો દાવો કરી હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી હતી.જોકે પોલીસે બનાવને અકસ્માત મોતમાં ખપાવી તપાસને ઢીલી કરી નાખતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા. મૃતકના ભાઈ વસંત ગોહિલે તેની માતા અને પરિવાર સાથે ન્યાય મેળવવા ધરણાનું શસ્ત્ર ઉગામ્યુ હતું.પરંતુ છેલ્લા ચાર દિવસથી ધરણા પર હોવા છતાં પોલીસની ગતિવિધિ ઠેર ની ઠેર છે. દરમ્યાન આજરોજ ભરૂચની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ અને સંત સવૈયાનાથ સમાધીસ્થાન ઝાંઝરકાના ગાદીપતિ શંભુનાથ ટૂંડીયાએ ધરણા પર બેસેલ મૃતક રાજેશ ગોહીલના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
મૃતક રાજેશ ગોહીલના મોટાભાઈ વસંત ગોહિલે તેમને રજૂઆતો કરી હત્યાની આશંકા દર્શાવતા ૧૬ કારણો સાથે તંત્રને આપેલ લખાણ આપ્યું હતું. શંભુનાથે રજુઆત સાંભળી પરિવારને સધિયારો આપી મૃતક રાજેશ ગોહિલને ન્યાય મળે અને હત્યાનો ગુનો દાખલ થાય તે માટેની ખાતરી આપી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






