વાલિયા પોલીસે મારૂતિવાનમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ખેપિયાની અટકાયત કરી.

0
385

વાલિયા પોલીસે નેત્રંગ રોડ ઉપર આવેલ જલારામ પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂ ભરેલ મારૂતિવાન સહીત બે ખેપિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી મુજબ વાલિયા – નેત્રંગ રોડ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ મારૂતિવાન પસાર થવાની હોવાની બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ઝેડ.એન.ધાસુરા સ્ટાફ સાથે વાલિયા, નેત્રંગ રોડ ઉપર આવેલ જલારામ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન મારૂતિવાન નંબર-જીજે.૦૫.સીપી.૧૨૮૦ આવતા પોલીસે તેને અટકાવી તેમાં તલાસી લેતા મારૂતીવાન માંથી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ-૨૮૮ મળી આવી હતી.જેની કિંમત રૂપિયા ૭૨ હજાર અને એક મારૂતિ વાન સહીત બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨ લાખ ૪ હજારના મુદ્દામાલ સાથે ઉમરપાડા ગામના જુનેદ ઇબ્રાહિમ કડાવાલા અને કૌશિક ઉર્ફે બલો રસિક ચૌધરીને ઝડપી પડ્યા હતા.બન્ને ની સઘન પૂછપરછ કરતા આ વિદેશીદારૂ નો જથ્થો ફોકડી ગામના ભૂપત ગણપત વસાવા,રાજેશ વસાવા પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસે તેઓ વિરુધ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY