અંકલેશ્વર ખાતે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ૮ મો AIA ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૧૯નો શુભારંભ કરાયો.

0
369

અંકલેશ્વરમાં ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ૮મો AIA ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૧૯ નો ૩થી૫ જાન્યુઆરી સુધી એમ ત્રણ દિવસ માટે ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ,જીઆઈડીસી, અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો છે. મેગા પ્રદર્શનની અંદર નાના-મોટા થઈને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. એકઝીબીશન સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.એકઝીબીશનના ઉદ્દઘાટન સમયે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપુત (ચેરમેન જીઆઇડીસી ગાંધીનગર), FIA પ્રમુખ પ્રોબોધ પટેલ,એક્સપો પ્રોજેક્ટ ચેરમેન પ્રવિન તેરૈયા,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શ્રમ વિભાગના ડાયરેક્ટર સી.જે.પટેલ તથા પનોલી તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દીપ પ્રાગટય કરી એક્સપોનો શુભારંભ કર્યો હતો.

એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ કેમિકલ્સ,પેટ્રોકેમિકલ્સ,પોલીમર્સ, એગ્રીકલ્ચર,પેસ્ટીસાઈડસ, ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જિનિયરીંગ,ટુલ્સ એન્ડ મશીનરી,પ્રોસેસ કંટ્રોલ ઈકવીપમેન્ટસ,પોલ્યુશન કંટ્રોલ ઈકવીપમેન્ટસ,ઈલેકટ્રીકલ્સ એન્ડ ઈલેકટ્રોનીકસ, ઓટોમેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર વિગેરે ઉદ્યોગોએ ભાગ લેનાર છે. AIA ઈન્ડસટ્રીયલ દ્વારા એકસ્પોની મુલાકાત ૫૦૦૦૦ થી વધુ મુલાકાતીઓ લેશે તેવી અપેક્ષા અને સંભાવના છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY