ભરૂચ સોનેરી મહેલ વિસ્તારના લારી ગલ્લાવાળાઓએ ધંધો કરવા જગ્યાની માંગ કરી.

0
246

ભરૂચ શહેરના સોનેરી મહેલ માર્ગની સાઈડ પર વર્ષોથી ધંધો રોજગારી કરતા લારી-ગલ્લા વાળાઓને  પાલિકા દ્વારા નોટિસ આપ્યા વગર કેબીનો તથા પતરાનો સામાન લઈ જવામાં આવતા ગરીબ પરિવારોની રોજગારી બંધ ગઇ છે.જેથી લારી ગલ્લા ધારકોએ રોજગારી મેળવવા માટે કોઈ જગ્યા ન હોવાના કારણે પોતાની જગ્યાને ભાડે આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં માર્ગની સાઈડ પર લારી ગલ્લાવાળા 20 થી 30 વર્ષથી આ લોકો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન આ લોકોના દબાણ પણ હટાવ્યા હતા. સ્થાનિકોએ કરેલા આક્ષેપોમાં પાલિકા દ્વારા અમને લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અમારા લારી-ગલ્લા લઈ ગયા છે.જેથી અમારો રોજગાર ધંધો એક મહિનાથી ઉપરાંતથી બંધ થઈ ગયો છે જેના લીધે ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. બનાવ અંગે પાલિકાના મુખ્ય અધિકારીને સંજય સોનીને રજુઆત કરી હતી.પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે,કોઈ સરકારી પડતર જગ્યા આપો જેથી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી શકીએ. અથવા અમારી જગ્યા અમને ભાડાપેટે આપો જે ભાડું થતુ હોય તે કહો તે ભરવા પણ અમને  મંજુર છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY