આજરોજ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં બ્રીજનગર પાસેથી એક નાની બાળકી ત્રણ વર્ષની બ્રીજનગર અંક્લેશ્વર પાસેથી બિનવારસી હાલતમાં મળી આવેલ જે બાબતે અંક્લેશ્વવર શહેર પો.સ્ટે ધ્વારા બાળકીની સારસંભાળ રાખી પુછપરછ કરી તેમજ સોશિયલ મિડીયાની મદદથી ગણતરીના કલાકોમાં બિનવારસી બાળકીના વાલી વારસ (માતા- પિતા) ને શોધી બાળકીને પરત હેમખેમ સોંપવામાં આવેલ છે ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સપેકટર જે.જી.અમીન તથા પો.સ્ટે અમલદાર વુમન અ,હે,કો દિપીકાબેન રતીલાલ બ.નં ૧૯૦૩ તથા અ.હે,કો જયપ્રકાશભાઈ બળવંતભાઈ બ.નં ૧૪૮૧ તથા વુમન પો.કો ભાવનાબેન ફતેસિહ તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે સ્ટાફ ના માણસો મારફતે કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




